સરકારી ખર્ચે વિદેશ પ્રવાસે જતા કર્મીઓએ માહિતી આપવી પડશે

નવી દિલ્હી: વિદેશ પ્રવાસે જનારા સરકારી કર્મચારીઓેઅે હવે તેમને વિદેશ પ્રવાસથી કેટલો લાભ થયો તે અંગે જાણકારી આપવી પડશે. સરકારે ૨૦૧૩-૧૪માં વિદેશ પ્રવાસે ગયેલા તમામ સરકારી કર્મચારી પાસેથી થોડા દિવસોમાં તેમણે કરેલા વિદેશ પ્રવાસની માહિતી આપવા અનુરોધ કર્યો છે.
સરકાર દ્વારા આવો આદેશ આપવા પાછળના કારણમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાંક લોકો અેવું માનતા હોય છે કે સરકારી કર્મચારીઓ વિદેશ પ્રવાસે ત્યાંના અનુભવ અને જ્ઞાન મેળવવાને બદલે રજાઓ માણવા જતા હોય છે. તેમજ અેવું પણ માનવામાં આવે છે કે વિદેશ જતા કર્મચારીઓ કરતા વધુ લાેકો જતા હોય છે. તેમજ અનેક કર્મચારી અને અધિકારી વિદેશ પ્રવાસે ગયા બાદ રજા વધારી લેતા હોય છે. અને તેઓ અેવી જગ્યાઅે ફરવા જાય છે અને રોકાણ કરે છે કે જેની સાથે તેમને કોઈ લેવાદેવા હોતી નથી.

અેનડીઅે સરકારે તેના સોફટવેર મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ હેઠળ અેક વેબસાઈટ બનાવી છે. જેમાં સરકારી અધિકારીઓઅે તેમના વિદેશ પ્રવાસની માહિતી આપવી પડશે. સરકારી વિભાગો અને મંત્રાલયોઅે આ માટે કર્મચારીઓ અને અધિકારીઓને ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ ઉપરાંત તમામ મંત્રાલયોને તેમના અધિકારીઓને ભ‌િ‍વષ્યમાં કરનારા પ્રવાસની યાદી બનાવવા પણ જણાવવામા આવ્યું છે. અેક સરકારી અધિકારીઅે જણાવ્યું કે આવુ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદેશ પ્રવાસ અંગેની મહત્વની માહિતી મેળવવાનો છે. જોકે તેમાં ફેેરફાર થઈ શકે છે. સરકાર ઈચ્છે છે કે તેનાથી થતા ખર્ચમાં પણ ફાયદો થઈ શકે તેમ છે.

You might also like