J&K: ગુલમર્ગ નજીક પથ્થરમારામાં ચેન્નાઇથી આવેલ પ્રવાસીનું મોત

728_90

શ્રીનગરમાં પથ્થરમારાની ઘટના રોજ બને છે. પરંતુ એવું પહેલી વાર થયું છે જ્યારે કોઇ પ્રવાસીનું મોત પથ્થરમારાના કારણે થયું હોય. પથ્થરમારામાં થયેલા મૃત પ્રવાસીનું નામ છે થિરુમણી. તે ચેન્નાઇનો રહેવાસી હતો. એક મળતા અહેવાલ મુજબ આ દૂર્ઘટના સોમવારે બડગામના નરબલ વિસ્તારમાં બની હતી.

ગુલમર્ગ જઇ રહેલો આ પ્રવાસીના વાહન પર કેટલાક લોકોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પથ્થર તેના માથા પર વાગ્યો હતો. તેને ઇલાજ માટે સેનાના જવાનોએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલમાં પોલિસે અજાણ્યા પથ્થરબાજો વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે.

આ ઘટના બાદ મુખ્યમંત્રી મહબૂબા મુફતીએ હોસ્પિટલ જઇને મૃતક પરિવારજનોને સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. જમ્મૂ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફતીએ કહ્યું આ દુઃખદ ઘટના છે. મારું માથુ શરમથી ઝુકી ગયું છે.


જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરતાં પથ્થરબાજો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું આપણે એક પ્રવાસીના વાહન પર પથ્થર ફેંક્યો જેમાં તે જઇ રહ્યો હતો અને તેનું મોત થયું. આપણે એક મહેમાનને પથ્થર માર્યો જેના કારણે તેનું મોત થયું.

ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં હાલમાં પથ્થરમારો કરેલા વ્યક્તિઓએ સ્કૂલને પોતાનું નિશાન બનાવ્યું છે. શ્રીનગરથી અંદાજે 60 કિમી દૂર શોપિયામાં જાવુરા ગામની નજીક રેનબો ઇન્ટરનેશનલ એજ્યુકેશન ઇન્સ્ટીટયૂટની બસ પર કેટલાક પથ્થરબાજોએ પથ્થરમારો કર્યો હતો.

જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પર મુખ્યમંત્રી મહબૂબા મુફતીએ ટ્વિટ કર્યું હતું. મહેબુબા મુફતીએ ટ્વિટ દ્વારા લખ્યું કે શોપિયામાં સ્કૂલની બસ પર પથ્થરમારાની ઘટનાથી હૈરાન થઇ છું, ગુસ્સો પણ આવે છે. આ કૃત્ય કરનારાઓ વિરુધ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

You might also like
728_90