લેફ્ટિનેન્ટ ઉમર ફયાઝની જીવનની પહેલી રજા જ છેલ્લી બની

શ્રીનગર : કાશ્મીરનો એક યુવાન ગત્ત વર્ષે ડિસેમ્બરમાં જ લશ્કર સાથે જોડાયો હતો. કુલગામ ડિસ્ટ્રીકનો રહેવાસી લેફ્ટિનેન્ટ ઉમર ફયાઝ (22) લશ્કરમાં જોડાયા બાદ પહેલી વખત રજા ગાળવા માટે ઘરે આવ્યો હતો. જો કે તેની આ પહેલી રજા છેલ્લી બની ગઇ હતી. ફયાઝ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે.

પુને ખાતેની નેશનલ ડિફેન્સ એકેડેમીની 129 બેચમાંથી પાસ થયો હતો. તેનું પોસ્ટિંગ 2 રાજપુતાનાં રાઇફલ્સમાં તે જોડાયો હતો. તે પોતાનાં કઝીનનાં લગ્ન હોવાનાં કારણે રજા લઇને કાશ્મીર પરત આવ્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે તે આર્મી જોઇન કર્યા બાદ રજા પર ઘરે પરત આવ્યો હતો. જો કે લગ્ન દરમિયાન જ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતુ અને તેની હત્યા કરી દેવાઇ હતી. ફયઆઝનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ કાશ્મીરનાં હરમનમાંથી મળી આવ્યો હતો.

સ્થાનિકોનાં અનુસાર રાત્રે 8 વાગ્યે બે બુકાનીધારીઓ ઘરમાં ઘુસ્યા હતા. ફયાઝને તેની સાથે આવવા જણાવ્યું હતું. સાથે પોલીસને આ અંગે જાણ નહી કરવા માટેની ધમકી પણ આપી હતી. ફયાઝને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી માથામાં, પેટ અને છાતી પર ગોળી મારવામાં આવી હતી.

You might also like