આમ્રપાલી ટાવરમાંથી યુવતીની મોતની છલાંગ : કારણ હજી અકબંધ

અમદાવાદ : શહેરનાં પાલડીનાં આમ્રપાલી ટાવરનાં આઠમાં માળેથી યુવતીએ પડતુ મુકીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. યુવતીની આત્મહત્યા હાલ સમગ્ર વિસ્તારનાં લોકો હતપ્રભ બન્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર પાલડીનાં આમ્રપાલી ટાવર પરથી 22 વર્ષીય જાનકી મકવાણા નામની યુવતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા સીસીટીવીમાં તે ટાવરમાં ઉપર જતી દેખાય છે. જો કે જતા પહેલા લિફ્ટ નજીક રહેલા બાકડા પર કોઇની સાથે બેસીને વાતચીત કરતી જોવા મળી છે.

જો કે યુવતી પાસેથી કોઇ આત્મહત્યા કે અન્ય કોઇ માહિતી મળી નથી. હાલ પોલીસે અન્ય યુવતીને ઓળખ કરીને તેની અટકાયત કરવા માટેનાં ચક્રોગતિમાન કર્યા છે. ઉપરાંત યુવતીનાં પરિવારનો સંપર્ક પણ સાધ્યો છે. પોલીસે સમગ્ર મુદ્દે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

You might also like