દેશના 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, કેરળ જેવી સ્થિતિની શક્યતા

હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે દેશના કેટલાક રાજ્યોમાં કેરળ જેવી સ્થિતિ ઉભી થવાની શકયતા છે. તો ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 25થી 45 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતા છે.

જેના પગલે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવાયુ છે. હવામાન વિભાગે એક બુલેટિન જાહેર કરતા કહ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, વિદર્ભ અને તેલંગણાના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા સેવાઈ છે. તો તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક કીટ, ટોર્ચ, પાણી, ખાદ્ય પદાર્થ વગેરે જેવી સામગ્રી એકઠી કરવા માટે સલાહ આપી છે.

You might also like