22 વર્ષનો દ. આફ્રિકાનો વનવાસ સિંધિયાએ ખતમ કરાવ્યો હતો

બેંગલુરુઃ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તરફથી મળેલા અઢળક પ્રેમે દક્ષિણ આફ્રિકાને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. બાદમાં ભાવુક બનેલા કેપ્ટન ક્લાઇવ રાઇસે કહ્યું હતું, ”હું સમજી શકું છું કે નીલ આર્મસ્ટ્રોંગને ચાંદ પર પગ મૂકતી વખતે કેવો અનુભવ થયો હશે. અમને પણ એવું લાગ્યું હતું, જાણે ચાંદ પર પગ મૂક્યો છે.ભારતના પ્રવાસે આવી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ઝઝૂમવા માટે ટીમ ઇન્ડિયાએ અહીં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી દીધો છે. આ શ્રેણી એટલા માટે પણ ખાસ છે, કારણ કે દક્ષિણ આફ્રિકાનાે ક્રિકેટમાં ૨૨ વર્ષનાે આંતરરાષ્ટ્રીય વનવાસ ભારતે જ ખતમ કરાવ્યો હતો. આ વાત મધ્ય પ્રદેશ માટે પણ ખાસ છે, કારણ કે ભૂતપૂર્વ બોર્ડ અધ્યક્ષ સ્વ. માધવરાવ સિંધિયાના પ્રયાસોથી જ દક્ષિણ આફ્રિકાનો વનવાસ ખતમ થયો હતો. ૧૯૯૦માં નેલ્સન મન્ડેલા જેલમાંથી છૂટવાની સાથે જ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને સમાપ્ત કરવાનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો હતો. પ્રતિબંધ હટી ગયા બાદ દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે વિપક્ષી ટીમને શોધી રહ્યું હતું. એ દરમિયાન સમાચાર મળ્યા કે પાકિસ્તાને ભારતનો પ્રસ્તાવિત પ્રવાસ રદ કરી દીધો છે. સિંધિયાના પ્રયાસોથી તાજેતરમાં જ અવસાન પામેલા સ્વ. જગમોહન દાલમિયાએ તકને ઝડપી લેતા દક્ષિણ આફ્રિકાને વન ડે શ્રેણી રમવા માટે બે સપ્તાહમાં જ ભારત આવવાનું આમંત્રણ આપ્યું.લગભગ ૨૨ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાએ દેશની બહાર પહેલો પ્રવાસ ભારતનો ખેડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પહેલી વન ડે રમાઈ. એવું કહેવાય છે કે એ મેચમાં દર્શકોની સંખ્યા ઈડન ગાર્ડન્સની ક્ષમતા કરતા ઘણી વધુ હતી. લો સ્કોરિંગ મેચમાં ભારતનો વિજય થયો. એ મેચને ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ માટે પણ યાદ કરવામાં આવે છે, જેણે પોતાની પહેલી જ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. બીજી મેચ ૧૨ નવેમ્બર, ૧૯૯૧ના રોજ ગ્વાલિયરમાં રમાઈ. એ મેચ જીતી લઈને ભારતે શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. જોકે દિલ્હીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં મહેમાન ટીમે સાંત્વના વિજય મેળવ્યો હતો.
You might also like