પોલીસ સ્મૃતિ દિવસનું આયોજન, શહીદ પોલીસકર્મીઓને શ્રધ્ધાંજલિ

એક વિશેષ કાર્યક્રમમાં આજરોજ 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર જવાનો શહીદ થયા હતા. ચીને કરેલા ફાયરિંગમા પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા. દેશભરમાં પોલીસ સ્મૃતિ દિવસનું આયોજન હાથ ધરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં શહીદ પોલીસકર્મી અને શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. રાજનાથસિંહે શહીદોની શહાદતને યાદ કરી હતી. 21 ઓક્ટોબરને પોલિસ સ્મરણોત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

1959ના રો સરહદ પર ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે 1959ના શરદ કાલ અગાઉ તિબ્બત પાસેની અઢી હજાર માઇલ ભારતીય સરહદની જવાબદારી ભારતીય પોલીસકર્મીઓ પાસે હતી.

You might also like