રામોસણા ગામે અદાવતમાં ટોળાનો આતંક, બે બાઇકની તોડફોડ કરાઇ

મહેસાણા : રામોસણા ગામમાં અગાઉના ઝઘડાની અદાવતમાં ખુલ્લી તલવારો સહિતના જીવલેણ હથિયારો સાથે ઘસી ગયેલા ૧૦૦થી વધુનાં ટોળાએ પાન પાર્લર અને બે બાઇકની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો તો સામે પક્ષે અન્ય એક ટોળાએ પથ્થર મારો કરતાં આ વિસ્તારમાં કરફયું જેવો માહોલ સર્જાયો હતો.હુમલાના બનાવના ૧૨ કલાક બાદ પણ ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવવાનુ ટાળ્યું હતુ.જોકે, પોલીસને જોઇ ભાગેલી કારના ચાલકે ખેતરેથી ઘરે જઇ રહેલા આધેડને ટક્કર મારતાં આ અંગેનો ગુનો તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો.

રામોસણા ગામમાં સવારે ૮.૩૦ કલાકે ખોડિયાર માતાજીના મંદિર પાસે ચારમહિના પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખી ટ્રેકટર અને બે ગાડીઓ ખુલ્લી તલવારો,ધારિયા સહિતના હથિયારો સાથે ઘસી આવેલા ૧૦૦થી વધુના ટોળાએ રીતસર આતંક મચાવ્યો હતો.અહી આવેલ જયગોગા પાન પાર્લરમાં ફેકસ,સીસી કેમેરા સહિતના સામાનની તોડફોડ કરી અંદર રહેલો સામાન બહાર ફેંકી દેનાર ટોળાએ અત્રે દુકાનની બહાર પાર્ક કરેલ બે બાઇક પણ તોડી નાખ્યા હતા.

ઉપરોકત બનાવને પગલે પ્રસરેલી તંગદીલી વચ્ચે અન્ય દુકાનદારો શટર બંધ કરીને ભાગ્યા હતા જયારે સ્થાનિક રહીશો ઘર બંધ કરીને અંદર ભરાઇ રહેતા અહી કરફયું જેવો માહોલ સર્જાયો હતો.જોકે, આ સમયે સ્થાનિક ઠાકોરના ટોળાએ અચાનક પથ્થર મારો કરતા ભાગદોડ વચ્ચે મામલો ગરમાયો હતો.ઉપરોકત બનાવને પગલે આવી પહોચેલ પોલીસને જોઇને ટોળુ ભાગ્યુ હતું.જેમા ખેતરેથી ઘર તરફ જઇ રહેલ અજમલજી ઠાકોરને અત્રેથી ભાગેલી કારની ટક્કરે ઇજા થતા સારવાર માટે મહેસાણા સિવિલમા ખસેડ્યા હતા.

જોકે, ધોળેદહાડે થયેલા હુમલાના ૧૨ કલાક બાદ પણ કોઇએ પોલીસ ફરિયાદ નોંધાવવાની પહેલ ન કરતા આશ્યર્ય સર્જાયુ હતું. હુમલાના બનાવને પગલે અત્રે પહોચેલા તાલુકા પીઆઇ જે.વી. સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉના ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો છે.નવરાત્રી પૂર્વે હુમલો થયોહતો.અહી અવાર નવાર થતા હુમલાના બનાવને પગલે સ્થાનિક રહીશો પણ પરેશાન છે.આ સંજોગોમા અહી કાયમી ધોરણે એસઆરપી મુકવામા આવે તો જ પરિસ્થિતિ પર કાબુ કરી શકાય.

વિસનગરમાં ટ્રાવેલ્સની ઓમકાર રાધેશ્યામ ઉપાધ્યાયની રાજ સર્વિસ નામની ટ્રાવેલ્સની દુકાનનું તાળુ તોડી ૧૦૦૦ની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જયાં તેમના માર્કેટમાં રહેલ પ્રમુખ નમકીન નામની દુકાનના સીસીટીવીમાં ચકાસણી કરતાં મસ્તાનગર વિસ્તારમાં રહેતો આનમહંમદ જાનમહંમદ નામનો શખ્સ આ નમકીનની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

ચંદ્રકાન્તભાઇએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે આનમહંમદ જાનમહંમદ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.હુમલાના બનાવને પગલે ફફડી ઉઠેલા સ્થાનિક રહીશોએ જણાવ્યુ હતું કે, અહી થતા હુમલાઓને પગલે તમામ દુકાનોમાં સીસી કેમેરા લગાવવામા આવ્યા છે.જોકે, મંગળવારે વીજકાપ હોઇ હુમલાખોરોએ કરેલી તોડફોડ સીસી કેમેરામાં આવી શકી નથી.

You might also like