ભારત-પાક.માં ૬.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવી દિલ્હી : દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના અનેક રાજયોમાં ગઈ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાથી પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું હતું. ઘણા લાંબા સમય સુધી ચાલેલા ઉપરાછાપરી ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.પની માપવામાં આવી હતી. ધરતીકંપના કારણે મોડી રાત્રે પણ મોટા ભાગના લોકોને આનો અનુભવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ૧૨.૫૦ વાગ્યાની આસપાસ આજે આ આંચકો અનુભવાયો હતો. ધરતીકંપના આંચકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ લોકોને અનુભવાયા હતા. ધરતીકંપનુ કેન્દ્ર હિન્દુ કુશ પહાડીમાં હોવાના અહેવાલ મળ્યા છે. અફઘાનિસ્તા- તજાકિસ્તાનમાં મુખ્યનુ કેન્દ્ર રહ્યું હતું. પહાડી વિસ્તારોમાં સૌથી વધારે આંચકાનો અનુભવ થયો હતો. યુરોપિયન સેસેમિક સેન્ટરના અહેવાલમાં દાવો કરવામા આવ્યો છે કે ભૂંકપનુ કેન્દ્ર જમીનથી ૧૯૨ કિલોમીટર નીચે હતુ. એક પછી એક રીતે આવેલા આંચકાના કારણઁ લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી.

ભૂકંપના કારણે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી શહેર પેશાવરમાં સૌથી વધારે નુકસાન થયુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઇમરજન્સી બચાવ ટીમના પ્રવકતા બિલાલ અહેમદે કહ્યુ છે કે શહેરમાં ભૂકંપના કારણે અનેક જગ્યાએ ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. જેના લાકારણે ૧૦૦ લોકો ઘાયલ થયા છે. તબીબો અને બચાવ ટુકડીના લોકોએ કહ્યુ છે કે ૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં આશરે ૫૯ સેકન્ડ સુધી આંચકાની અસર રહી હતી.

શહેરમાં અનેક ઇમારતો પડી ગઇ હતી. અમેરિકાના ભૂકંપ સંબંધિત વિભાગે કહ્યુ છે કે આની તીવ્રતા રિક્ટર સ્કેલ પર વધારે હતી. ભૂકંપના કારણે અન્ય ક્યા કેટલુ નુકસાન થયુ છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. પેશાવરમાં અનેક ઇમારતો પડી ગઇ હોવાના અહેવાલને સમર્થન મળી ગયુ છે પરંતુ નુકસાનના આંકડા અંગે પ્રાથમિક માહિતી મળી શકી નથી. તીવ્ર ઠંડી હોવા છતાં લોકો તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. તીવ્ર ઠંડીનુ મોજું હોવાના કારણે મોટા ભાગના લોકોને આનો અનુભવ થયો ન હતો.

આશરે ત્રણ મિનિટ સુધી એનસીઆર અને અન્ય ક્ષેત્રોમાં લોકો દહેશતમાં રહ્યા હતા. ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં લોકોએ સૌથી વધારે આંચકાનો અનુભવ કર્યો હતો. ઉત્તર ભારતમાં દિલ્હી, એનસીઆર, જયપુર અને ચંદીગઢ જેવા શહેરોમાં આંચકો અનુભવાયો હતો. પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો. પાકિસ્તાનમાં ભારે નુકસાન થયુ હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. સૌથી વધારે અસર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જોવા મળી હતી.

કેન્દ્ર જમીનમાં ખુબ નીચે હોવાના કારણે આંચકાની એટલી અસરરહી ન હતી. ભારતમાં તાજેતરના સમયમાં કેટલીક ભૂંકપના આંચકા આવી ચુક્યા છે. નેપાળમાં થોડાક સમય પહેલા વિનાશકારી ભૂંકપ આવ્યા બાદ તેની અસર હેઠળ ભારતના બિહાર સહિતના કેટલાક રાજ્યો હચમચી ઉઠ્યા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત પણ થયા હતા. ભારતમાં હાલમાં આવી રહેલા વારંવારના આંચકાના કારણે લોકોમાં પણ હવે દહેશત જોવા મળી રહી છે.

You might also like