૧, જાન્યુઆરીથી તમામ બેન્ક સેવાઓ મોંઘી થશે

કાનપુર : તા.૧ જાન્યુઆરી ર૦૧૬થી બેન્કોની સેવાઓ મોંઘી થશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટા ભાગની બેન્કોએ તેની સેવાના દરોમાં વધારો કર્યો છે. દરોમાં વધારો કરનારી બેન્કોમાં દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ સૌથી આગળ છે. આમ હવે ગ્રાહકોએ સર્વિસ ટેકસના વધારાના બોજ સાથે હવે મોંઘી બેન્ક સેવાઓનો પણ બોજ સહન કરવા તૈયાર રહેવું પડશે. સ્ટેટ બેન્ક નવેમ્બર ર૦૧૪માં અગાઉ પોતાની સેવાના દર વધારી ચૂકી છે.

બેન્કો લોકર સુવિધા, એટીએમ ટ્રાન્ઝેકશન, તમામ પ્રકારની લોનની પ્રોસેસિંગ ફી, તમામ પ્રકારનાં કાર્ડની ફી વગેરે માટે સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાના સંચાલકોએ વધારેલા દરોની એક યાદી બેન્ક શાખાઓને પણ મોકલી દીધી છે. અન્યબેન્કોની સેવાઓના દર પણ જાન્યુઆરી સુધીમાં વધી જશે એ નિશ્યિત છે. ઉચ્ચ સત્ત્।ધારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે ઓનલાઇન બેન્કિંગમાં તેજી આવી છે અને તેથી મેન્યુઅલ કામ ઓછું થઇ ગયું છે.

દરોમાં વધારા બાદ પણ બેન્ક ગ્રાહકોને બહુ મોટો ફેર પડશે નહીં. નેશનલ ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ ઉત્ત્।ર પ્રદેશના સહાયક મહામંત્રી રાજેન્દ્ર અવસ્થીએ જણાવ્યું છે કે બેન્ક પોતાના ખર્ચની તુલનાએ સેવાઓ પર નજીવો ચાર્જ વસૂલ કરે છે. શહેરી ક્ષેત્રોમાં ૧પથી ૩પ ટકા, અર્ધ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં પાંચથી ૧૯ ટકાનો દરોમાં વધારો કરવામાં આવ્યો છે.

You might also like