મેનુમાંથી નોનવેજ ભોજન નથી હટાવાયું : એર ઇન્ડિયા

નવી દિલ્હી : ઓછા સમયની ફ્લાઇટનાં મેન્યુમાંથી નોટ વેજ ભોજનનાં સમાચાર વચ્ચે એર ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયાએ કહ્યું કે એવું કાંઇ જ કરવામાં નથી આવ્યું. મેનુંને માત્ર અફગ્રેડ કરવામાં આવ્યું છે જેથી શિયાળાનાં દિવસોમાં યાત્રીકોને ઠંડા સ્નેક્સનનાં બદલે ગરમ વસ્તું મળી શકે. 23 ડિસેમ્બરનાં રોજ એક સર્કુલરનાં હવાલાથી એવા સમાચાર આવી રહ્યા હતા કે 90 મિનિટથી ઓછા સમયનાં ડ્યુરેશન વાળી ફ્લાઇટનાં ઇકોનોમી ક્લાસનાં પેસેન્જર્સનાં મેન્યુમાં હવે નોન વેજિટેરિયન ભોજન નહી અપાય. એવું પણ કહેવાતું હતું કે એક જાન્યુઆરીથી એર ઇન્ડિયાનાં લંચ અથવા ડિનરનાં મેનુમાંથી ચા અને કોફીને પણ કાઢી નાખવામાં આવશે.
જો કે એર ઇન્ડિયાએ આ સમાચારોને ફગાવી દીધા છે. એ ઇન્ડિયાનાં અધિકારીઓનું કહેવું છે કે નોનવેજ ભોજન માત્ર 90 મિનિટથી વધારેની ફ્લાઇટમાં જ સર્વ કરવામાં આવતું હતું. ઓછા સમયની ફ્લાઇટ માટે હંમેશા ઠંડા નાસ્તા જ આપવામાં આવતા હતા. હવે આમાં જ ગરમ વેજીટેરિયન વસ્તુઓનો સમાવેશ કરવા માટે મેનું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.

You might also like