ભારત,પાક અને બાંગ્લાદેશ એક થઇ કરશે અખંડભારતનું નિર્માણ : માધવ

નવી દિલ્હી : ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે એક ઇન્ટરવ્યુંમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં ઐક્યની વાત કરી હતી. રામ માધવે કહ્યું કે કે ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરીથી એખ થઇ જશે અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ થશે.
રામ માધવે ભાજપનાં માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રવક્તા અને સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારીણીનાં સભ્ય રહી ચુક્યા છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ નેટવર્ક અલ જજીરાને આપેલા આ ઇન્ટરવ્યુંમાં માધવે અખંડ ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આવું કોઇ પણ પ્રકારનાં યુદ્ધ વગર આંતરિક સમજુતી દ્વારા પણ થઇ શકે છે. માઘવે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હજી પણ તે વાતમાં વિશ્વાસ ધરાવે છે કે એક દિવસ આંતરિક સંમતી દ્વારા જ એક અખંડ ભારતનું નિર્માણ થઇ શકે છે. ઐતિહાસિક કારણોથી તેને અલગ થયે માત્ર 60 વર્ષ જ થયા છે, પરંતુ તેઓ ફરીથી એક થઇ શકે છે. રામ માધવે તેમ પણ કહ્યું કે તેમનો આ વિચાર આરએસએસનાં એક સભ્ય તરીકે છે.
માધવે પોતાની વાત સ્પષ્ટ જણાવતા કહ્યું કે તેનો અર્થ એવો નથી કે આપણે કોઇ પણ દેશની વિરુદ્ધ યુદ્ધ કરી શકીએ અથવા કોઇની પણ જમીન ખુંચવી લઇશું. કોઇ પણ પ્રકારનાં યુદ્ધ વગર પણ આંતરિક સંમતીથી પણ આ કાર્ય સંભવન છે.

You might also like