આઈએસમાં સામેલ થવા માગતા ૩ યુવાનો ઝડપાયા

મુંબઈ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ (એટીએસ) દ્વારા આજે નાગપુરમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. એવી શંકા છે કે, આ ત્રણેય શખ્સો વિશ્વના સૌથી ખતરનક આતંકવાદી સંગઠન આઈએસમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યા હતા. નાગપુર વિમાની મથકે ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. નાગપુર એટીએસના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા લોકો તેલંગાણાના છે અને તેઓ જમ્મુ કાશ્મીર જઇ રહ્યા હતા.

સંરક્ષણમંત્રી મનોહર પારીકર કહી ચુક્યા છે કે, કેન્દ્ર સરકારે આતંકવાદી પ્રવૃત્તિને રોકવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. મંગળવારના દિવસે એટીએસે પુણેમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી. એવી શંકા છે કે, તે મુંબઈના લાપતા થયેલા યુવાનો પૈકીના એક તરીકે હતો. આ યુવાનો આઈએસમાં સામેલ થઇ ગયા હોવાની આશંકા પ્રવર્તી રહી હતી. ગયા વર્ષે મે મહિનામાં કલ્યાણના ચાર યુવાનો પણ આઈએસમાં સામેલ થવા માટે સિરિયામાં જતા રહ્યા હતા.

પુણે સ્થિત ૧૬ વર્ષીય મુસ્લિમ યુવતીની એટીએસ દ્વારા હાલમાં જ પુછપરછ કરવામાં આવી ચુકી છે. એટીએસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓ દ્વારા હાલમાં કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં આઈએસમાં સામેલ થવા ઇચ્છુક શખ્સોની ધરપકડ કરાઈ રહી છે. ભારતીય સુરક્ષા સસ્થાઓની ચિંતા વધે તેવા એક ઘટનાક્રમમાં ઈસ્લામિક સ્ટેટ દ્વારા પ્રેરિત નવું કિશોરોની ગઇકાલે જમ્મુ કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ કિશોર આઈએસ ત્રાસવાદી સંગઠનમાં સામેલ થવાની યોજના ધરાવતા હતા. ઝડપાયેલા તમામ શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે. ભારતસરકાર વારંવાર કહી ચુકી છે કે, સોશિયલ મિડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મિડિયાનો ઉપયોગ આતંકવાદી સંગઠનો દ્વારા યુવાનોને આકર્ષિત કરવા કરાઈ રહ્યો છે.

You might also like