ફિફાના ઉપાધ્યક્ષ ફિગુએર્ડો જેલમાં

મોટેવીડિયોઃ ફિફાનું ઉપાધ્યક્ષપદ ગુમાવી ચૂકેલા યુજિનિયો ફિગુએર્ડોને ઉરુગ્વેની કોર્ટે સુનાવણી થાય ત્યાં સુધી આજે જેલમાં મોકલી આપવાનો ચુકાદો આપ્યો છે. ફૂટબોલની વૈશ્વિક સંસ્થાના ભ્રષ્ટાચારમાં સંડોવાયા બાદ યુજિનિયોનુંન નામ પણ સામે આવ્યું હતું. ત્યાર બાદ તેમને સ્વિટ્ઝર્લેન્ડથી અહીં લાવવામાં આવ્યા હતા. દક્ષિણ અમેરિકન ફૂટબોલ કોન્ફડરેશન કોનમીબોલના ભૂતપૂર્વ અધ્યક્ષ યુજિનિયો ફિગુએર્ડો ગુરુવારની સવારે અહીં પહોંચ્યા અને તેમને સીધા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. જો ફિગુએર્ડોને જેલની સજા થઈ તો તેઓ કદાચ બેથી પંદર વર્ષ સુધી જેલમાં જઈ શકે છે. ૮૩ વર્ષીય ફિગુએર્ડો એ ફિફા અધિકારીઓમાં સામેલ હતા, જેમની ફિફામાં ભ્રષ્ટાચારના ખુલાસા બાદ ઝુરિચની એક આલિશાન હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

You might also like