ધોળકા ખાતેના મલાવ તળાવને રૂ. છ કરોડના અંદાજિત ખર્ચે નવનિર્મિત કરાશે

અમદાવાદ: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આજે ધોળકાના મલાવ તળાવને રૃા. છ કરોડના ખર્ચે નવનિર્મિત કરવા માટે ભૂમિપૂજન કરાયું હતું જેના કારણે નગરજનો માટે ફરવાનું રમણીય સ્થળ બની રહેશે. વડાપ્રધાન અટલબિહારી બાજપેઇના જન્મદિન નિમિત્તે ધોળકા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મેગા આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂકયો હતો.

રાજ્ય સરકાર આર્થિક રીતે નબળાં લોકોને આરોગ્યલક્ષી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડે છે. ત્યારે સરકારની આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ લેવો જોઇએ.  આ મેગા કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પ્રાપ્ત થવાની છે. ત્યારે આર્થિક રીતે નબળાં તથા બીપીએલ લાભાર્થીઓને અદ્યતન ટેકનોલોજીની સુવિધા ઘરઆંગણે પ્રાપ્ત થઇ છે તેનો મહત્તમ લાભ લેવો જોઇએ.

રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા ઓપરેશનો પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવતા નબળાં બાળકોને પણ તમામ સારવાર રાજ્ય સરકાર કરાવી આપે છે તે માટે જાગૃતિ કેળવી આરોગ્ય અધિકારીને મળી લાભાન્વિત થવા ચુડાસમાએ અનુરોધ કર્યો હતો.

You might also like