મુંબઇથી વતન દર્શને આવતા જૈન પરિવારને અકસ્માત ૬નાં મોત

અમદાવાદ : મુંબઇથી વતન કચ્છ પોતાને ગામ જઇ રહેલા કચ્છી વીસા ઓસવાળ જૈન પરિવારને ભદ્રેશ્વર પાસે અકસ્માત નડતાં ૬ નાં મોત નિપજ્યા હતા. ૧ મહિલા અને ૧ ડ્રાઇવર સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા. કચ્છ અને મુંબઇના જૈન પરિવારોમાં અરેરાટી સર્જનાર આ શોકાંતિકાએ ફરી એકવાર માર્ગ અકસ્માતોની ગમખ્વાર પરિસ્થિતિની ચિંતા દર્શાવી છે.

અકસ્માતની વિગતો પ્રમાણે મુંબઇની દર પૂનમે ડોણ મધ્યે આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય દર્શન માટે દર મહિને આ લોકો આવતા હતા. એ પ્રમાણે તેઓ ગાંધીધામથી ડોણ જઇ રહ્યા હતા ત્યારે ભદ્રેશ્વર હટડી ગામની વચ્ચે મુંદરા બંદરને જોડતા નેશનલ હાઇવે ઉપર આગળ જતા ડમ્પરની પાછળ ઇનોવા કારનાં ડ્રાઇવરે ગફલતથી કાર ઘુસાડી દેતા આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોનાં નામ આ પ્રમાણે છે. જ્યારે જેવન્તીબેન નામના મહિલા ગંભીર ઇજા થતા તેમને ભુજ ખસેડાયા છે.

તો ઇનોવાના કાર ચાલકને ગાંધીધામ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ રામબાગ હોસ્પિટલ ગાંધીધામમાં કરાયું છે. તમામનાં મૃતદેહો મુંબઇ લઇ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ અને ભુજ જૈન અગ્રણીઓ, તબીબો, સંસ્થાઓ તેમજ પોલીસે મદદરૃપ બનીને માનવીય ઉદાહરણ પૂરુ પાડ્યું હતું.

મૃતક તમામ પુરૃષો છે. તેઓ એક જ ગામના છે અને અલગ અલગ પરિવારનાં છે. મુંબઇમાં ડોમ્બીવલી, કલ્યાણ, ઘાટકોપર રહે છે. કચ્છમાં તેમનું ગામ ડોણ (માંડવી) છે અને મુંબઇથી દર પૂનમે એકઠા થઇને તેઓ ડોણ દર્શને આવતા હતા.

You might also like