શરીફને શુભેચ્છા પાઠવવા મોદી બન્યા પાક.ના મહેમાન : સતત પાંચમી મુલાકાત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને અફધાનિસ્તાનની યાત્રા બાદ હવે પાકિસ્તાન પહોંચ્યા છે. તે આજે જ સ્વદેશ પણ પરત ફરશે. જો કે વડાપ્રધાન પોતાની રશિયન યાત્રા દરમિયાન ટ્વીટ કરીને કહ્યું કે તે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને જન્મ દિવસની શુભકામના આપવા માટે લાહોર જશે અને શુભકામના પાઠવીને સાંજે પરત ફરશે. આ મુલાકાત તેવા સમયે થઇ રહી છે જ્યારે પેરિસમાં થયેલી બંન્ને દેશોનાં વડાપ્રધાનની મુલાકાત બાદ બંન્ને દેશોનાં સંબંધોમાં સુધાર આવે તેવી શક્યતા છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી પણ પાકિસ્તાનની મુલાકાત લઇ ચુક્યા છે.
આવો જોઇએ કે ક્યારે અને ક્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેનાં સમકક્ષ નવાઝ શરીફ સાથે મુલાકાત કરી છે.
મે, 2014 – વડાપ્રધાન મોદીનાં શપથ ગ્રહણ સમારંભ દરમિયાન પહેલીવાર વડાપ્રધાન તરીકે મોદી અને શરીફની મુલાકાત થઇ હતી.
નવેમ્બર – 2014 : 18મા સાર્ક સંમ્મેલન દરમિયાન નેપાળની રાજધાની કાઠમાંડુમાં બંન્ને નેતાઓની વચ્ચે મુલાકાત થઇ હતી જો કે તે સમયે કોઇ દ્વિપક્ષીય વાતચીત થઇ નહોતી.
જુલાઇ 2015 : રશિયાના ઉફામાં શંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમ્મેલનમાં મુલાકાત ઉપરાંત વડાપ્રધાન મોદી અને શરીફ વચ્ચે મુલાકાત અને ચર્ચા પણ થઇ હતી.
નવેમ્બર 2015 : વડાપ્રધાન મોદી અને નવાઝ શરીફે પેરિસનાં ગ્લોબલ સમિટમાં અનપેક્ષિત મુલાકાત યોજી હતી. બંન્ને દેશોનાં તણાવપુર્ણ સંબંધો વચ્ચે પણબંન્ને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.

You might also like