અફધાનિસ્તાનની સંસદમાં મોદીએ આપ્યું ફિલ્મ ઝંઝીરનું ઉદાહરણ

કાબુલ : વડાપ્રધાન મોદીએ અફધાનિસ્તાન સંસદનાં સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. મોદીએ કહ્યું કે ભારત અને અફધાનિસ્તાન હંમેશા એકબીજાના સારા મિત્રો રહ્યા છે. બંન્ને દેશો એક સમાજ સાંસ્કૃતિક વારસા ધરાવે છે. જંજીર ફિલ્મનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે પ્રકારે શેરખાને યારી હે ઇમાન મેરા યાર મેરી જીંદગી ગીત ગાયું હતુ તે જ પ્રકારે ભારતીય પ્રજા તમારી સાથે દરેક પગલે ચાલવા માટે તૈયાર છે.
વડાપ્રધાને સુફી સંત રુમીનો હવાલો ટાંકીને કહ્યું કે શબ્દો દ્વારા તમે તમારી વાત કરી શકો છો પરંતુ તમારી વાતને મનાવવા માટે અવાજ ઉંચો કરવાની જરૂરત નથી. આ પ્રકારનાં સંદેશાઓ આ મહાન ધરતીની જ દેન છે. અફધાનિસ્તાનનાં લોકોનાં સાહસની સાથે આતંકવાદીઓનો સામનો કર્યો પરંતુ તેઓએ ક્યારે પણ બંદુકની મદદ નથી લીધી.

You might also like