શ્રુતિને બનવું છે કમ્પ્લીટ એન્ટરટેઇનર

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યા બાદ બોલિવૂડમાં પ્રવેશનારી શ્રુતિ હસનની કરિયરની ગાડી હવે ધીરે ધીરે પાટા પર ચડવા લાગી છે. તેની છેલ્લી ફિલ્મોએ સારો એવો બિઝનેસ કર્યો. હવે તેની પાસે નવી ફિલ્મોના પ્રસ્તાવ આવવા લાગ્યા છે. તે કેટલીક મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તેણે તાજેતરમાં અજય દેવગણ સાથે ‘બાદશાહો’ ફિલ્મ છોડી દીધી. આનું કારણ જણાવતાં શ્રુતિ કહે છે કે હું પહેલેથી જ આ ફિલ્મની સ્ટોરીથી સંતુષ્ટ ન હતી. ફાઇનલ ડ્રાફ્ટમાં મેં જ્યારે મારો રોલ બદલાયેલો જોયો તો મને ના ગમ્યું, એટલું જ નહીં ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ પણ થોડાક મહિના આગળ ધકેલી દેવાયું હતું, તેની સાથે મારી અન્ય બે ફિલ્મોની તારીખ ટકરાતી હતી. નિર્દેશક નીરજ વોરાની ફિલ્મ ‘હેરાફેરી-3’ માટે પણ મારો સંપર્ક કરાયો હતો, પરંતુ કેટલાક કારણસર હું તે ફિલ્મનો ભાગ ન બની શકી. હું સાઉથની ફિલ્મોમાં બિઝી હતી.

તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ ‘યારા’નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. દોસ્તી પર આધારિત આ ફિલ્મમાં શ્રુતિ એક મહત્વનો રોલ ભજવી રહી છે, તેમાં વિદ્યુત જામવાલ અને અમિત સાધ છે. શ્રુતિ કહે છે, હું ફિલ્મો સાઇન કરતાં પહેલાં તેની ‌સ્ક્રિપ્ટ સાંભળું છું. જો મને સ્ક્રિપ્ટ ગમે તો જ ફિલ્મ કરવાની હા કહું છું. પોતાની બહેન અક્ષરા અંગે વાત કરતાં તે કહે છે કે હું મારી બહેન માટે રક્ષણાત્મક ભાવ અનુભવું છું. મને તેની ઉપલ‌િબ્ધઓ પર ગર્વ છે. ખુદને ફિટ રાખવા માટે શ્રુતિ યોગ, ડાન્સ અને જિમ કરે છે. તે કહે છે, સંગીત મારું પેશન હતું અને રહેશે. મેં એક્ટિંગમાં આવવાનું વિચાર્યું ન હતું, પરંતુ આ બધી કિસ્મતની વાત છે. હું હવે બોલિવૂડમાં એક કમ્પ્લીટ એન્ટરટેઇનર તરીકેની ઓળખ ઊભી કરવા ઇચ્છું છું.

You might also like