ઓબામા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, નરેન્દ્ર મોદી સાતમા નંબરે

લંડન: દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન સાતમા નંબરે છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પ્રથમ નંબરે ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે.

ઓઆરબી ઇન્ટરનેેશનલ ઇન્ટરનેેશનલ વર્લ્ડ લીડર ઇન્ડેક્સ માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં વિશ્વભરના ૬પ દેશના લોકોએ ભાગ લીધો હતો. સવેક્ષણમાં ભાગ લેનારા ર૪ ટકા લોકોએ મોદીની તરફેણમાં અને ર૦ ટકા લોકોએ વિરુદ્ધમાં મત આપ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ મોદીથી ભલે એક જ સ્થાન આગળ હોય, પરંતુ ભારતીય નેતાની તુલનાએ તેમને ૩૦ ટકા વિરુદ્ધ મત મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની વાત કરીએ તો તેમની તરફેણમાં પ૯ અને વિરુદ્ધમાં ર૯ ટકા મત પડ્યા છે. સર્વેક્ષણમાં જણાવાયું છે કે અન્ય કોઇ પણ નેતાની તુલનાએ રાષ્ટ્રપ્રમુખ ઓબામાના દુનિયાભરમાં સૌથી વધુ પ્રશંસકો છે.

સર્વેક્ષણ અનુસાર ઓબામા પછી જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરુનનો નંબર આવે છે. ટોચના દસ નેતાઓમાં ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદે ચોથા નંબરે, રશિયાના પ્રમુખ પુતિન પાંચમા નંબરે, બ્રાઝિલ પ્રમુખ ‌ડિલમા રોશેફ આઠમા નંબરે સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલાઝ‌ીઝ અલસૌદ નવમા નંબરે અને ઇરાનના પ્રમુખ હસન રુહાની દસમા નંબરે છે.

You might also like