જાણો 21 ફેબ્રુઆરીનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આ િદવસ ખૂબ જ ઉત્તમ છે. નાનો મોટો પ્રવાસ થાય. કોઈ વિજાતિય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ સર્જાય. બાળકો માટે સારો દિવસ. સાંજ પછી આનંદના સમાચાર મળે. આ રાશિના જાતકો મોસાળ પક્ષ તરફથી કોઈ મોટા ફાયદો થાય તેવી શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ મિશ્ર ફળદાયી છે. અવિવાહિતો માટે પ્રેમપ્રસંગ અથવા લગ્નની વાત થાય. આવતી કાલનો િદવસ આપના માટે કોઈ આનંદના સમાચાર લાવે. સાંજ પછી કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આ‍વે.

મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અશાંતિ ભરેલો છે. વાહન સંભાળીને ચલાવવું. બને તો વાહન ચલાવવું નહીં. શક્ય છે કે અકસ્માત પણ થાય.

કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આજનો િદવસ ખૂબ જ ઉત્તમ છે. નાનો-મોટો પ્રવાસ સર્જાય. વાહન, જમીન મિલકતના પ્રશ્નો ઉકલે. સાંજ પછી ખૂબ આનંદના સમાચાર મળે.

સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો આજે કોઈની મશ્કરીનો ભોગ બની શકે છે. બપોર પછી લોટરીથી લાભ, પિયર પક્ષના સંબંધીઓ સાથે મુલાકાત થાય. નોકરીમાં બઢતી બદલીનો યોગ સર્જાય તેવી શક્યતા.

કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આજનો િદવસ મિશ્ર ફળ આપનારો છે. ઓફિસમાં કે નોકરીના સ્થળે આનંદના સમાચાર મળે. સાંજ પછી થોડું ટેન્શન  રહે. બપોર પછી ધર્મ યાત્રા કે પ્રવાસનો યોગ સર્જાય અથવા કોઈ મિત્ર સાથે ફરવા જવાનું થાય.

તુલા (ર,ત) : આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થાય તેવા યોગ છે. હિત શત્રુ ઉભા થાય પણ ફાવે નહીં. વિરોધીના હાથ હેઠા પડે. આવેશાત્મક પગલા ન ભરવાની સલાહ છે.

વૃશ્ચિક (ન,ય) : ન, ય ઉપરથી નામ ધરાવનારા જાતકોને આજે સાસરિયામાંથી લેણું થાય. સાસરી પક્ષ તરફથી કોઈ મોટો લાભ થાય. નાનો મોટો પ્રવાસ થાય. એક પડવા વાગવાનો પ્રસંગ થાય. વાહન સાચવીને ચલાવવું.

ધન (ભ,ધ,ફ) : દાત, કાન, પેટની પીડા થવાનો યોગ છે. એકંદરે દિવસ ઉત્તમ છે. તે છતાં તબિયત સાચવીને કામ કરવું. કોર્ટ-કચેરી કે પોલીસના કામમાં પડવું નહીં. સાંજ પછી રાહત રહે.

મકર (ખ,જ) : આ રાશિના જાતકોને આજે છેતરાવાનો ડર રહે. પુત્ર પૌત્રાદિકના કામની ચિંતા રહે. નકારાત્મક વિચારો આવે. ચિંતા તથા બિમારી જેવું લાગે. સાંજ પછી એકદમ રાહત અનુભવાય.

કુંભ (ગ,શ,સ) : આવતી કાલનો િદવસ ખુબ ઉત્તમ છે. પ્રવાસ નાનકડો થાય. તે દરમિયાન કોઈ વિજાતિય વ્યક્તિ સાથે નવી ઓળખાણ થાય તેની થકી કોઈ આકસ્મિક મોટો લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.

મીન (દ,ચ,ઝ,થ) : અવિવાહિતો આનંદો. આ િદવસ આપના માટે ખૂબ ઉત્તમ પુરવાર થાય તેવું છે. લગ્નનો પ્રસંગ અથવા તો સગાઈનો પ્રસંગ બને. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ પણ આવે. વાહનથી લાભ. જમીન મિલકત તથા નવા વાહન ખરીદી શકાય.

You might also like