20મીઅે JEE એડ્વાન્સઃ ૭૦ હજારથી વધુ ડ્રોપ અાઉટ

અમદાવાદ: ધોરણ-૧૨ સાયન્સ અને ગુજકેટનાં પરિણામ જાહેર થયા પછી હવે વિદ્યાર્થીઅો ૨૦મીઅે લેવાનારી જેઈઈ એડ્વાન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. હવે વિદ્યાર્થીઅો ટોચની એ‌િન્જ‌િનયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે જેઈઈ અાપશે, પરંતુ ચોંકાવનારી વાત અે છે અા વર્ષે સૌથી વધુ એટલે કે ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઅો જેઈઈ અાપવામાં ડ્રોપ અાઉટ થયા છે.

પરીક્ષા માટે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઅો ક્વો‌િલફાય થયા હોવા છતાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઅોઅે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે વર્ષ ૨૦૧૫ પછીનો એટલે કે છેલ્લાં ૩ વર્ષનો સૌથી મોટો ડ્રોપ અાઉટ અાંક છે. અા ડ્રોપ અાઉટ વિદ્યાર્થીઅોમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઅો પણ છે.

અાઈઅાઈટીમાં પ્રવેશ નહીં મળવાની અપેક્ષાઅે પહેલાંથી જ મોટી સંખ્યામાં ડ્રોપ અાઉટ લેવાયાે છે. ચાલુ વર્ષે અાઈઅાઈટી-કાનપુરને જેઈઈની એડ્વાન્સ પરીક્ષાની જવાબદારી સોંપાઈ છે, જેમાં જેઈઈ મેઇન સ્કોરના અાધાર પર એડ્વાન્સ પરીક્ષા માટે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઅો ક્વો‌િલફાય કરાયા છે, જેમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓઅે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમાંના ૭૦ હજાર વિદ્યાર્થીઅો રેસમાંથી બહાર થયા છે.

ગુજરાત બોર્ડ અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઅો તેમાં સામેલ છે. ખાસ કરીને ગુજરાત બોર્ડના અનેક વિદ્યાર્થી લેંગ્વેજ પ્રોબ્લેમ, રિઝલ્ટ ક્રાઈટેરિયા જેવાં પરિબળોના કારણે હિંમત હારી ગયા હોવાનું જાણવા મળે છે. અા સિવાય ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઅોના અોછો સ્કોર અને ક્રીમ બ્રાન્ચમાં પ્રવેશ ન મળવાની અાશાઅે પણ વિદ્યાર્થીઅો ડ્રોપ અાઉટ થયા છે.

કમ્પ્યૂટર બ્રાન્ચ માટે ૩ હજારમાં રેન્ક જોઈઅે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઅોને બોર્ડમાં ૭૫ ટકા કે ટોપ ૨૦ પર્સન્ટાઈલ રેન્ક ન અાવતાં એડ્વાન્સ માટે રજિસ્ટ્રેશન ટાળ્યું છે. દેશની ૨૪ અાઈઅાઈટીની અનેક બ્રાન્ચ માટે ૧૧ હજાર સીટ પર એડ‌િમશન માટે અમદાવાદ સહિત રાજ્યનાં ૭ શહેરમાં ૨૦મીઅે સવારના ૯ થી ૧૨ અને બપોરના ૨થી ૫ જેઈઈ એડ્વાન્સ લેવાશે.

વર્ષ ૨૦૧૫માં ૧.૫૦ લાખ વિદ્યાર્થી ક્વો‌િલફાય થયા હતા તેમાં ૧.૧૭ લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા. વર્ષ ૨૦૧૬માં ૨ લાખમાંથી ૧.૫૬ લાખ અને વર્ષ ર૦૧૭માં ૨.૨૦ લાખમાંથી ૧.૫૭ લાખે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ અા વર્ષે ૨.૩૧ લાખમાંથી ૧.૬૦ લાખે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અા પરીક્ષા અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં લેવાય છે. બોર્ડમાં ટોપ ૨૦ પર્સેન્ટાઇલ અથવા ૭૫ ટકા એ બે ક્રાઈટે‌િરયાના અાધારે પ્રવેશ અપાય છે. ગુજરાતમાંથી ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઅો ગત વર્ષ ક્વાે‌િલઈફાય થયા હતા.

You might also like