ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે. ત્યાર બાદ ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી વસૂલાશે.

હાલ ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટેનાં આવેદનપત્રો સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહી છે. રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવા માટેની છેલ્લી તા.ર૦ નવે. નક્કી કરવામાં આવી છે. એકઝામ ફોર્મ ભરવાની રેગ્યુલર ફી વિદ્યાર્થીદીઠ ૪રપ રૂ‌િપયા છે. ત્યાર બાદ રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં. તેમને લેટ ફી લાગશે. લેટ ફી સાથે જ તેઓ એકઝામ ફોર્મ ભરી શકશે.

તારીખ વીતી ગયા બાદ ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓ માટે ત્રણ તબક્કા નકકી કરાયા છે. આ ત્રણ તબક્કા અનુસાર લેટ ફી ભરી વિદ્યાર્થીઓ એકઝામ ફોર્મ ભરી શકશે. પ્રથમ તબકકો: તા.ર૧ થી ૩૦ સુધી લેટ ફી રૂ.રપ૦, બીજો તબક્કો: તા.૧ ડિસે.થી ૧૦ સુધી લેટ ફી રૂ.૩૦૦, ત્રીજો તબક્કો: તા.૧૧ ડિસે.થી ર૦ સુધી લેટ ફી રૂ.૩પ૦ વસૂલ કરવામાં આવશે.

You might also like