રાજેન્દ્રકુમારની મુશ્કેલી વધીઃ CBIને પાંચ ઓડિયો ક્લિપ મળી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર ફરતે સીબીઆઇનો ગાળિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. તેમના વ્યક્તિગત ઇ મેઇલ આઇડી પરથી પાંચ ઓડિયો ક્લિપ સીબીઆઇને પ્રાપ્ત થઇ છે. તેમાં કહેવાતા સોદાઓને લગતી વાતચીત રેકર્ડ હોવાનો શક છે.

સીબીઆઇ આ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાપ્ત થયેલી ઓડિયો ક્લિન ર૦૧ર-ર૦૧૩ વચ્ચેની છે. તેમાં રાજેન્દ્રકુમાર પોતાના સાથીઓન એક ખાનગી કંપની એન્ડેવર સિસ્ટમ પ્રા.લિ. તરફેણમાં હેરાફેરી કરવાનો આદેશ આપી રહ્યા છે. રાજેન્દ્રકુમારે પોતાના મોટા ભાગના આદેશ ઓડિયો ક્લિપ દ્વારા જ મોકલ્યા હતા.

સીબીઆઇ ઇ મેઇલ આઇડી દ્વારા પ્રાપ્ત થયેલી ઓડિયો ક્લિપમાં રાજેન્દ્રકુમારના અવાજ અંગે તપાસ કરાવી રહી છે. તેનો હવે આખરી અહેવાલ આવે તેની રાહ જોવાઇ રહી છે. ઉચ્ચ સત્તાધારીના જણાવ્યા અનુુુસાર અવાજ સંપૂર્ણપણે રાજેન્દ્રકુમારના અવાજ સાથે મેચ થાય છે. જે તેમના માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

You might also like