‘વિકાસ કી નઈ ઉડાન’ થીમ પર કેન્દ્ર સરકારનું કેલેન્ડર-૨૦૧૬ જારી કરાયું

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૬નું ભારત સરકારનું કેલેન્ડર જારી કર્યું છે, જેમાં નરેન્દ્ર મોદી સરકારની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને એજન્ડા પર ભાર મૂકવામાં આવ્યો છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પરંપરાગત કેલેન્ડરે નવી નવી ટેકનોલોજી હોવા છતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત સરકારનું કેલેન્ડર-૨૦૧૬ દર મહિને વિકાસની એક થીમને પ્રદર્શિત કરીને સરકારના વિકાસ કાર્યક્રમોને આગળ વધારશે.

“વિકાસ કી નઈ ઉડાન” થીમ પર જારી કરવામાં આવેલ આ કેલેન્ડર કૌશલ્ય વિકાસ, ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી જેવા કાર્યક્રમોથી લઈને જન, ધન, પહેલ સુધી ભાજપ સરકારની મુખ્ય યોજનાઓને ઉજાગર કરે છે.

જેટલીએ જણાવ્યું હતું કે તેની પહોંચી એટલી વ્યાપક છે કે સરકારના મુખ્ય કાર્યક્રમો એનો સંદેશ આ કેલેન્ડર દ્વારા દેશની પંચાયતો સુધી પહોંચે છે. કર્નલ રાજ્યવર્ધન રાઠોડે કેલેન્ડરની ૨૦૧૬ની ડિજિટલ એડિશન પણ લોન્ચ કરી છે.

You might also like