કારને બરફનાં પૈડાં લગાવ્યાં

લંડન સ્થિત હે‌મિલ્ટન અાઈસ કલ્પ્ચર નામની બરફની જાતજાતની કલાકૃતિઅો બનાવતી કંપનીના કારીગરોઅે તાજેતરમાં જાયન્ટ સાઈઝની બરફની પાટમાંથી પૈડાં બનાવ્યાં. ત્રણ મહિનાના લેસર સ્ક્રી‌નિંગ, ડિઝાઈ‌નિંગ, પ્લા‌નિંગ અને ત્યાર બાદ દરેક પૈડાં પર ૩૬ કલાકના કોતરકામ બાદ તેમણે લેક્સસ એનએક્સ કારનાં વ્હીલ તૈયાર કર્યાં. તેમણે અા પૈડાંને સાચી કારમાં ફિટ કર્યાં અને કોલ્ડ સ્ટોરેજના ઠંડા વાતાવરણમાં અે કારને ચલાવીને પણ બતાવી. અા પૈડામાં ફિટ કરેલી એલઈડી લાઈટને લીધે પૈડાં અંધારામાં પણ ચમકતાં હતાં.

You might also like