નેશનલ ઈન્ટરનેશનલની ૧૦ ફ્લાઈટ મોડી પ્‍ાડી

અમદાવાદ: અમદાવાદથી અાવતી જતી 10 જેટલી ફ્લાઈટ એક યા બીજાં કારણસર પા કલાકથી એક કલાક કરતાં વધુ સમય મોડી પડી હતી.

જેમાં દિલ્હીથી અાવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એ અાઈ 19, એર કેનેડાની ફ્લાઈટ નંબર એ સી 6412 એક કલાક કરતાં વધુ સમય મોડી અાવી હતી.

તેવી જ રીતે દિલ્હીથી અાવતી ઈન્ડિગોની 6 ઈ 517 નંબરની ફ્લાઈટ અડધો કલાકથી વધુ અને ઈન્દોરથી અાવતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6 ઈ 245 દોઢ કલાક કરતાં વધુ સમય મોડી પ્‍ાડી હતી.
મુંબઈથી અાવતી એર ઈન્ડિયાની એ અાઈ 331 નંબરની ફ્લાઈટ અડધો કલાક મોડી અાવી હતી. અા ઉપ્‍ારાંત દોહાથી અાવતી કતાર એરવેઝની ફ્લાઈટ ક્યુ અાર 534 નંબરની ફ્લાઈટ પોણો કલાકથી વધુ સમય મોડી અાવી હતી.

જ્યારે અમદાવાદથી દિલ્હી જતી ઈન્ડિગોની 6 ઈ 518 નંબરની ફ્લાઈટ પા કલાક સ્પાઈસ જેટની એસ જી 194 નંબરની ફ્લાઈટ પોણો કલાક મોડી ઉપ્‍ાડી હતી. તેવી જ રીતે મુંબઈ જતી એર ઈન્ડિયાની એઅાઈ 614 નંબરની ફ્લાઈટ પા કલાકથી વધુ સમય મોડી પડી હતી. જ્યારે અમદાવાદથી દુબઈ જતી અમિરાતની ફ્લાઈટ ઈ કે 539 નંબરની ફ્લાઈટ પા કલાક મોડી ઉપડી હતી.

You might also like