અેવોર્ડ પાછો અાપનાર લોકો વ્યાજ અને રોયલ્ટી પણ જમા કરાવે

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્રની એ અરજી પર જવાબ માગ્યો જેના હેઠળ અા અંગે દિશાનિર્દેશ તૈયાર કરવાને લઈને અાદેશ અાપવાની માગ કરાઈ છે કે જો લોકો સાહિત્ય અેકેડમી પુરસ્કાર પરત અાપે છે તો તેમને પુરસ્કારની રકમ અને રોયલ્ટી પણ પાછી અાપવી પડશે. જે રોયલ્ટી તેમણે પોતાનાં પુસ્તકો વેચવાથી મળી છે તે પરત અાપવી પડશે.
ચીફ જસ્ટિસ જી રોહિણી અને જસ્ટિસ જયંતનાથની પીઠે પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય તેમજ સાહિત્ય એકેડમીને પણ નોટિસ અાપી છે. તેમજ અરજી પર ૧૫ ફેબ્રુઅારી પહેલા જવાબ માગ્યો છે. અરજીમાં કહેવાયું છે કે પુરસ્કાર પાછો અાપવાના કામથી ભારતની છબીને ઠેસ પહોંચી છે.

અદાલત હાજી મોહમંદ માજિદ કુરેશી અને એક ધાર્મિક સંગઠનની જનહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવાયું હતું કે મોજુદા વ્યવસ્થા હેઠળ પુરસ્કાર પાછો અાપ્યા બાદ લેખકોને પોતાના પુસ્તકોનાં વેચાણ દ્વારા મળેલી રોયલ્ટીને રાખવાની પરવાનગી અપાઈ છે જે અતાર્કિંક છે.

અરજીમાં લેખિકા નયનતારા સાયગલ સહિત અાઠ લોકોના નામ લેતા મંત્રાલય અને સાહિત્ય અેકેડમીને દિશાનિર્દેશ તૈયાર કરવા અેક નિર્દેશ અાપવાની માગણી કરી છે જે પૂર્વ પ્રભાવથી લાગુ થશે. સાઈગલ સહિત અા અાઠ લોકોઅે તાજેતરમાં જ પોતાના એવોર્ડ પાછા અાપ્યા છે. અરજીમાં કહેવાયું છે કે હાલની રીટ અરજી દ્વારા કોર્ટ પાસે અાદેશ માગવામાં અાવ્યા છે॥ જેથી સાહિત્ય અેકેડમીને દિશા નિર્દેશ તૈયાર કરવાના અાદેશ મળે. જેમાં અે વાત નક્કી થાય કે પુરસ્કાર મેળવનાર લોકો જો રાજકીય કારણોથી પુરસ્કાર પાછો અાપે છે તો તેઅો વ્યાજસહિત પુરસ્કારની રકમ અને રોયલ્ટી પાછી અાપવા પણ નિયમબંધ હશે.

You might also like