સાયન્સના સેમેસ્ટર 3નું પરિણામ જાહેર કરાયું

અમદાવાદ: ગુજરાત માદયમિક અને ઉચ્ચત્તર માદયમિક શિક્ષણ બોર્ડ અોક્ટોબર 2015માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 3ની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં અાવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી કુલ 1,33,899 વિદ્યાર્થીઅો નોંધાયેલા હતા. જેમાંથી કુલ 1,33,296 વિદ્યાર્થીઅો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2,679 વિદ્યાર્થીને ઈ1 અને 2 વિદ્યાર્થીને ઈ 2 ગ્રેડ અાવ્યો છે. જ્યારે 1,046 વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા અાપી ન હતી.

બોર્ડ દ્વારા લેવાયેલી સેમેસ્ટર 3ની પરીક્ષામાં એ ગ્રૂપના 69,835 વિદ્યાર્થીઅો નોંધાયેલા વિદ્યાર્થીઅો પૈકીના 69,532 વિદ્યાર્થીએ પરીક્ષા અાપી હતી. તેવી જ રીતે બી ગ્રૂપમાં 64,027 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 63,727 વિદ્યાર્થીએ પરીક્ષા અાપી હતી. જ્યારે એબી ગ્રૂપમાં નોંધાયેલા તમામ 37 વિદ્યાર્થીએ પરીક્ષા અાપી હતી. અા પરીક્ષામાં ગેરરીતિના કુલ 13 કેસ નોંધાયેલા હતા. જેમાંથી છ વિદ્યાર્થીનું એક વિષયનું પરિણામ રદ કરાયું હતું, જ્યારે 7 વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરાયા હતા.

અા પરીક્ષામાં તમામ ગ્રૂપના વિદ્યાર્થીઅોમાંથી 3,542 વિદ્યાર્થીઅોએ એ 1 ગ્રેડ, 11,525 વિદ્યાર્થીઅોએ એ 2 ગ્રેડ, 18,504 વિદ્યાર્થીઅોએ બી 1 ગ્રેડ, 25,454 વિદ્યાર્થીઅોએ બી 2 ગ્રેડ, 31,079 વિદ્યાર્થીઅોએ સી 1 ગ્રેડ, 28,521 વિદ્યાર્થીએ સી 2 ગ્રેડ, 11,547 વિદ્યાર્થીઅોએ ડી ગ્રેડ મેળવ્યો હતો. જ્યારે 2,679 વિદ્યાર્થીઅોએ ઈ 1 ગ્રેડ અને બે વિદ્યાર્થીએ ઈ 2 ગ્રેડ મેળવ્યો હતો.

અા પરીક્ષામાં 1,08,165 વિદ્યાર્થીઅોએ ગુજરાતી માઘ્યમમાં, 23,111 વિદ્યાર્થીઅોએ અંગ્રેજી માઘ્યમમાં, 1,731 વિદ્યાર્થીઅોએ હિન્દી માઘ્યમમાં, 246 વિદ્યાર્થીઅોએ મરાઠી માઘ્યમમાં અને 43 વિદ્યાર્થીએ ઉર્દૂ માઘ્યમમાં પરીક્ષા અાપી હતી. મરાઠી અને ઉર્દૂ માઘ્યમમાં પરીક્ષા અાપનારા વિદ્યાર્થીઅો પૈકીનો એક પણ વિદ્યાર્થી એ 1 ગ્રેડ મેળવી શક્યો ન હતો.

જ્યારે મરાઠી માઘ્યમના એક વિદ્યાર્થીએ એ 2 ગ્રેડ, ત્રણ વિદ્યાર્થીએ બી 1 ગ્રેડ અને બાર વિદ્યાર્થીઅોએ બી 2 ગ્રેડ મેળવ્યો હતો. ઉર્દૂ માઘ્યમમાં એ 1 ગ્રેડથી લઈને બી 2 ગ્રેડ મેળવનાર એક પણ વિદ્યાર્થી નોંધાયો ન હતો.

You might also like