સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં મજબૂત ખરીદદારી

અમદાવાદ: શેરબજારમાં શરૂઆતે સુસ્ત ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ ૬.૩૫ પોઇન્ટના ઘટાડે રપ,૮૪૩ જ્યારે નિફ્ટી ૮ પોઇન્ટના ઘટાડે ૭૮૫૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં મજબૂત ખરીદી નોંધાઇ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકાના સુધારે ૧૧,૭૧૫ની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ પણ શરૂઆતે મજબૂત જોવાયો હતો.

નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં એક ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો, જોકે આઇટી સેક્ટરમાં નરમાઇ જોવાઇ હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે વેદાન્તા, હિંદાલ્કો, આઇડિયા સેલ્યુલર, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, ભેલ કંપનીના શેર્સમાં બે ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, મારુતિ સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેર્સમાં ૦.૨ ટકાથી ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

You might also like