આડા સંબંધોના વહેમમાં યુવકનું અપહરણ કર્યું, બાદમાં કરી ઘાતકી હત્યા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામે પત્ની સાથે અાડા સંબંધોનો વહેમ રાખી છ શખસોએ યુવકનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાની ફરિયાદ કોઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કોઠ વટામણ ગામમાં સંજય વીરજીભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૨) રહેતો હતો. સંજય તા.૩ ડિસેમ્બર ૨૦૧૫ના રોજથી ગુમ હતો જેથી તેના પરિવારજનોએ આ અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

દરમિયાનમાં ૨૨ ડિસેમ્બરના રોજ તારાપુર વટામણ હાઈ વે પર આવેલા પછે ગામની સીમમાંથી સંજયની લાશ મળી આવી હતી. હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં સંજયના પિતા વીરજીભાઈએ વટામણ ગામમાં રહેતા રાજેન્દ્ર બાબુભાઈ ચાવડા, હરેન્દ્ર બાબુભાઈ ચાવડા, ક્રિપાલ ભૂરાભાઈ ગોહિલ, કામલી િદલભાઈ ગોહિલ, વિજય વિક્રમસિંહ ગોહિલ અને મહિપત ચાવડા વિરુદ્ધ કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ તમામ વ્યક્તિઓ ભેગા મળીને તેમના પુત્ર સંજયને રાજેન્દ્ર ચાવડાની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી તેનું અપહરણ કર્યું હતું.

તમામ આરોપીઓએ અપહરણ બાદ સંજયની બેરહમીપૂર્વક હત્યા કરી નાખી હતી અને તેની લાશને તારાપુર વટામણ હાઈ વે પર આવેલા પછે ગામ પાસે ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સંજય ગુમ થતા તેના પરિવારજનોએ તેની શોધળોળ શરૂ કરી હતી. પરંતુ તે મળી આવ્યો નહોતો. બીજી તરફ કોઠ પોલીસને યુવકની લાશ અંગેની જાણ થતાં પોલીસે વીરજીભાઈની ફરિયાદને આધારે છ વ્યક્તિ સામે હત્યાનો અને અપહરણનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ જ્યાં સુધી આરોપીઓને નહીં ઝડપે ત્યાં સુધી મૃતકને અગ્નિ સંસ્કાર નહીં આપે અને આ બાબતે ડીવાયએસપીને પણ રજૂઆત કરશે.

You might also like