શા માટે ઉંમરને લઈને વિવાદ કરવામાં આવે છેઃ હરભજન

મુંબઇ: છેલ્લા ૧૫ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટ્સ૫મેનોને પરેશાન કર્યા બાદ હરભજનસિંહે હવે કંઈ સાબિત કરવાની જરૂર નથી. ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પીનરના મતે આગામી ટુર્નામેન્ટમાં તે પોતાના મજબૂત પક્ષ પર જ વિશ્વાસ મૂકશે.  હરભજનને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતની ટી-૨૦ ટીમમાં સ્થાન મળ્યું છે. જે માર્ચમાં ભારતમાં થનારા ટી-૨૦ વર્લ્ડકપ પહેલા થશે.

વર્લ્ડકપની તૈયારી બાબતે તેણે કહ્યું હતું કે મને નથી લાગતુ કે મારે કંઈ પ્રયોગ કરવાની કે કેરમ બોલ જેવા કોઈ બોલ પર કામ કરવાની જરૂર છે. ઓફબ્રેક અને દૂસરા મારો મજબૂત પક્ષ છે. એનાથી છેલ્લા ૧૫ વર્ષથી મને સારૂ પરિણામ મળ્યુ. છે. કોઈ પણ મારી પાસેથી મારી ૭૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટોને લઈ શકે એમ નથી.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં સારા પ્રદર્શન છતાંય ટીમમાં પસંદગી ન પામવાને કારણે તે નિરાશ છે. તેણે કહ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં મારૂ પ્રદર્શન સારૂ રહ્યુ હતું. હવે મારૂ ધ્યાન ટી-૨૦ વર્લ્ડકપ પર છે. મારા નામ પર બે વર્લ્ડકપ (૨૦૦૭ ટી-૨૦ અને ૨૦૧૧ વન-ડે) છે. જો હું મારી વર્લ્ડકપની હેટ્રીક પૂરી કરવામાં સફળ થઈશ તો એ મારા માટે ખાસ હશે.

આશિષ નેહરાની પાંચ વર્ષ બાદ થયેલી ટીમમાં વાપસી વિશે પણ તેણે ખુશી જાહેર કરી હતી. ઉંમરને લઈને કોઈ પણ ખેલાડીને પસંદ કરવા સામે તેણે વિરોધ નોંધાવતા કહ્યું હતું કે પસંદગી માટે પ્રદર્શન અંતિમ માપદંડ હોવો જોઈએ.
હું ભારતીય ટીમમાં છું, કારણ કે મેં આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. ઉંમરને લઈને શા માટે આટલો વિવાદ કરવામાં આવે છે. અમે કઈ ૫૦ વર્ષના નથી. ચાલવાની કોઈ તકલીફ નથી પડતી. અમે માત્ર ૩૫ વર્ષના છીએ. લોકો ૩૮-૩૯ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય છે.

You might also like