પરિણીત પ્રેમી સાથે સગીરાએ કર્યો આપઘાત

અમદાવાદ: તળાજાના દિહોર ગામની સીમમાં રત્ન કલાકાર પરિણીત યુવાન અને તેની સગીર વયની પ્રેમિકાને સાથે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે દિહોર ગામના વતની અને સુરતમાં રહેતા પરિણીત રત્ન કલાકાર
બાબુભાઇ વાઘેલાને તેના જ ગામની એક સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ પોતે પરિણીત હોઇ સગીરા સાથે લગ્ન કરી શકે તેમ ન હોવાથી તેણે સુરતથી પોતાના વતન આવી દિહોરની સીમમાં સગીર વયની પ્રેમિકા સાથે આંબાના ઝાડ સાથે દોરડું બાંધી બંનેને સજોડે આત્મહત્યા કરી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like