અમેરિકા જઈ રહેલા મુસ્લિમ પરિવારને વિમાનમાં ચઢતા રોક્યો

લંડન: અમેરિકામાં એક મુસ્લિમ પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાની ઘટના સામે અાવી છે. બ્રિટિશ મુસ્લિમ પરિવારને ગેટવિક અેરપોર્ટ પર ફ્લાઈટમાં ચઢતા રોકી દેવામાં અાવ્યો. અા પરિવાર ડિઝનીલેન્ડ જવા ઇચ્છતો હતો પરંતુ અમેરિકી સુરક્ષા અેજન્સીઅોઅે તેમને લોસ એન્જેલસવાળા વિમાનમાં ચઢતા રોકી દીધા. અા મામલે બ્રિટનના અેક સાંસદે વડા પ્રધાન ડેવિડ કેમરુનના હસ્તક્ષેપની માંગણી કરી છે.

મહંમદ તારિક મહમૂદ પોતાના ભાઈ અને નવ બાળકો સાથે જઈ રહ્યો હતો. અા પરિવારને વિમાનમાં ચઢતા રોકવાનું અમેરિકી અેજન્સીઅોઅે કોઈ કારણ જણાવ્યું નથી. મહમૂદે જણાવ્યું કે અમેરિકામાં હુમલાઅો થઈ રહ્યા છે તેથી તેઅો દરેક મુસલમાનને ખતરાની નજરથી જુઅે છે.

બ્રિટનની લેબર પાર્ટીની સાંસદ સ્ટેલા ક્રિઝીઅે કેમરુનને પત્ર લખીને અા અંગે અમેરિકી સરકાર પર દબાણ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. બ્રિટિશ પીએમના કાર્યાલયના પ્રવક્તાઅે કહ્યું કે કેમરુન સાંસદના દાવાની તપાસ કરશે. ત્યારબાદ સમગ્ર બાબતે કોઈ પ્રતિક્રિયા અપાશે. અમેરિકાની સુરક્ષા અેજન્સીઅો તરફથી અત્યાર સુધી અા અંગે કોઈ સ્પષ્ટીકરણ કરાયું નથી કે અા લોકોને પ્લેનમાં શા માટે ન બેસવા દેવાયા.

તેમણે ૧૫ ડિસેમ્બરની ફ્લાઈટ માટે અોનલાઈન મંજૂરી મળી હતી. મહેમૂદે કહ્યું કે અેરલાઈને પણ ભાડાની રકમ પરત અાપવાનો ઇનકાર કર્યો છે. મહેમૂદના સમગ્ર પરિવારે ૧૩૩૪૦ ડોલરની કિંમતની ટિકિટ બુક કરાવી હતી.

એટલું જ નહીં અેરપોર્ટથી બહાર કાઢતાં પહેલા અા મુસ્લિમ પરિવારને અેરપોર્ટની દુકાનો પરથી ખરીદાયેલા સામાન પાછો અાપવા માટે પણ મજબૂર કરાયા. મહેમૂદે પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે હું મારી જિંદગીમાં ક્યારેય અાટલો અપમાનિત થયો નથી. હું અહીં બિઝનેસ કરું છું પરંતુ અમે લોકો અહીં સાવ અલગ પડી ગયાની લાગણી અનુભવીઅે છીઅે. ક્રિઝીઅે કહ્યું કે તે અા બાબતને લઈને ચિંતિત છે કે કોઈપણ ઠોસ કારણ જણાવ્યા વગર ઠેર ઠેર મુસલમાનોને રોકવામાં અાવે છે.

You might also like