ગાવસ્કરનો મોટો રેકોર્ડ તોડતા ચૂકશે બ્રેન્ડન મેકકુલમ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના ક્રિકેટ ટીમના કપ્તાન અને જોરદાર બેટ્સમેન બ્રેન્ડન મેકકુલમ આગળના વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેશે. પરંતુ તેની સાથે બ્રેન્ડન મેકકુલમ ભારતીય લિટિલ માસ્ટરના રેકોર્ડ તોડવાથી રહી ગયા છે.

બ્રેન્ડન મેકકુલમે પોતાની ટીમ માટે સતત ૯૯ ટેસ્ટ મેચ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની સામે ૨ ટેસ્ટ રમવાની સાથે તેમના નામે સતત ૧૦૧ ટેસ્ટ રમવાનો રેકોર્ડ થઈ જાશે. પરંતુ સતત સૌથી વધારે ટેસ્ટ રમવાની લીસ્ટમાં હવે તે ફક્ત ૫ નંબર પર રહશે, કારણકે જો તે ૧૦૧ ટેસ્ટ પછી ૫ ટેસ્ટ વધારે રમે તો તે સુનીલ ગાવસ્કરના સતત ૧૦૬ ટેસ્ટ રમવાના રેકોર્ડની બરાબરી કરી શકે. પરંતુ હવે આ રેકોર્ડ એક રેકોર્ડ જ રહી જશે.

મેકકુલમના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે હજી સુધી ૯૯ ટેસ્ટ મેચોમાં ૩૮.૪૮ એવરજથી ૧૧ સદીની સાથે ૬૨૭૩ રન કર્યા છે. ન્યુઝીલેન્ડના તરફથી આંતરરાષ્ટ્રીય મેચમાં ત્રેવડી સદી મારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેમણે ૨૦૧૩માં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કપ્તાન બનાવ્યા. અત્યાર સુધી મેકકુલમની કપ્તાનીમાં કિવી ટીમે કુલ ૨૮ મેચ રમ્યા છે જેમાં ૧૧માં ટીમને જીત મળી છે. મેકકુલમની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ આ વર્ષે થયેલા વર્લ્ડ કપમાં ઉપવિજેતા રહી હતી. ૨૫૪ વનડે મેચમાં તેમણે ૩૦.૩૦ એવરજથી ૫ સદીને સાથે ૫૯૦૯ રન બનાવ્યા છે.

You might also like