Categories: Health & Fitness

વસાણાં-ચ્યવનપ્રાશ ખાવ, તાજામાજા થાવ

શિયાળો અાવે અેટલે વસાણાં ખાવાનું શરૂ થઈ જાય. ભાગ્યે જ કોઈ ઘર અને વ્યક્તિ અેવી હશે જેના ફૂડ મેનુમાં શિયાળામાં વધારો ન થતો હોય અથવા બદલાવ ન અાવતો હોય.

શિયાળામાં પડતી ઠંડી સામે શરીરને રક્ષણ અાપવા અને અેનર્જી મેળવવા શિયાળુ પાક, વસાણાં અને ચ્યવનપ્રાશ જેવી વસ્તુઅો જરૂરી હોય છે. તે અાપણા શરીરમાં તાકાત અને શક્ત લાવે છે. શરીરને બહારના વાતાવરણ સાથે લડવાની તાકાત અા બધાં ફૂડમાંથી મળે છે. તેમાંય શિયાળામાં ખવાતી સાૈથી અદભુત વસ્તુ છે ચ્યવનપ્રાશ. અા ઉપરાંત દરેક ઘરમાં અલગ-અલગ પાક જેમ કે બદામ પાક, ગુંદર પાક, અડદિયા પાક, મેથી પાક, કાચા પાક, પદ જેવી વસ્તુઅો બનતી હોય છે.

ચ્યવનપ્રાશ વિશે અેવું કહેવાય છે કે, પ્રાચીન કાળમાં અેક ઋષિ હતા, તેમનું નામ હતું ચ્યવન ઋષિ. તેમણે પોતે ચિર યાૈવન પ્રાપ્ત કરવા માટે લગભગ ૪૯ જેટલી જડીબુટ્ટીઅો ભેગી કરીને કાયાકલ્પનો અેક નુસખો બનાવ્યો જે ચ્યવનપ્રાશ તરીકે અોળખાય છે. ચરક ઋષિઅે લખેલા ચરકસંહિતા નામના અાયુર્વેદિક ગ્રંથમાં ચ્યવનપ્રાશનો ઉલ્લેખ છે. તેમાં ચ્યવનપ્રાશને માનવજીવનમાં ઉપલબ્ધ તમામ અાૈષધિમાં શ્રેષ્ઠ ગણાવાયું છે.

અારોગ્ય માટે બેસ્ટ કેમ
ચ્યવનપ્રાશમાં ચાૈદ જેટલાં ર્હબલ ટોનિક હોઈ તે તમને સારી રોગપ્રતિકારક શક્ત અાપે છે. ચ્યવનપ્રાશ અેવી વ્યક્તઅો માટે અેક સારી અાૈષધિ છે જેઅો પોતાના કામમાં વારંવાર થાકનો અનુભવ કરતા હોય, નબળાઈ અનુભવતા હોય. શરદી, અસ્થમા કે ક્રોનિક બ્રોન્કાઇટીસના દર્દીઅોઅે ફરજિયાત રોજ ચ્યવનપ્રાશ ખાવું જાેઈઅે. ચ્યવનપ્રાશ તમારા શરીરને બેક્ટેરિયા, વાયરસ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે. ચ્યવનપ્રાશનાં મુખ્ય તત્ત્વ અાંબળાંમાં રહેલું વિટામિન સી તમારી પાચન શક્ત પણ તેજ બનાવે છે.

જાેકે અારોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બહાર મળતાં ચ્યવનપ્રાશ કરતાં ઘરનું બનાવેલું ચ્યવનપ્રાશ બેસ્ટ ગણાય છે. કેટલાક લોકો અાંબળાંને બાફીને ચ્યવનપ્રાશ બનાવે છે, પરંતુ તેમ કરવાથી તેમાં રહેલાં વિટામિન નષ્ટ પામે છે અને તેના સંપૂર્ણ ફાયદા મળતા નથી. અાયુર્વેદિક ડાૅક્ટર અને નાડી વિશેષજ્ઞ ડાૅ. રાજેશ ભટ્ટ જણાવે છે કે, ચ્યવનપ્રાશ બનાવવા માટે તેને તડકે-છાંયડે સૂકવવાની જે પતિ છે તે બેસ્ટ છે. અોરિજિનલ ચ્યવનપ્રાશ તે જ રીતે બને છે. તેઅો કહે છે, ચ્યવનપ્રાશ ખાવાથી અકાળે વૃત્વ અાવતું અટકે છે, તમારી અાભા વધે છે, તમારા જીવનમાં ઉત્સાહ ટકી રહે છે.

વસાણાં શિયાળામાં કેમ ખવાય છે
વસાણાં અેટલે કે મેથી પાક, અડદિયા પાક, ગુંદર પાક, પદ, ખજૂર પાક, તલ પાક, કચરિયું જેવી વસ્તુઅો શિયાળામાં ખાવા પાછળનું કારણ જણાવતાં ડાૅ. ભટ્ટ કહે છે કે, વસાણાંમાં વપરાતાં સૂંઠ, ગંઠોડા, તજ, અજમો, સૂકામેવા, અાદુ, તલ, મેથી, મરી, ખજૂર, અડદ, ગુંદર જેવી વસ્તુઅો ગરમ ગુણધર્મ ધરાવે છે. તેથી અાવી વસ્તુઅો ઠંડીમાં ખાવામાં અાવે તો શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે.

અાખું વર્ષ બે ભાગમાં વહચાયેલું છે. અાદાન કાળ અને પ્રદાન કાળ. અાદાન કાળ અેટલે શિયાળાના અા મહિનાઅો. અા સમયે કોઈ પણ વ્યક્તની પાચન શક્ત ખૂબ જ તેજ હોય છે. તમે ગમે તે ખાવ, અા સિઝનમાં સરળતાથી પચી જાય છે. ચોમાસાનો સમય પ્રદાન કાળ તરીકે અોળખાય છે, ત્યારે વ્યક્તની અેનર્જી વેડફાઈ જતી હોય છે. તેથી જ અેવું કહેવાય છે કે, શિયાળામાં જેટલું ખવાય તેટલું ખાઈને અાખા ર્વષ માટે શક્તઅો ભેગી કરી લો. જાે તમે સતત કર્ાયશીલ રહેતા હો તો અા સિઝનમાં તમે ગમે તેટલાં ઘી-દૂધ તેલ ખાશો તમારું વજન નહીં વધે. તો કોલેસ્ટરોલની ચિંતા કર્યા વગર ઠંડીની સિઝનમાં ખવાય તેટલું ખાઈ લો. અા સિઝનમાં તેલની માલિશ ખાસ કરવી જાેઈઅે.

admin

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago