લગ્ન પહેલાં જિનેટિક ટેસ્ટ કેટલો જરૂરી

જીવનમાં અાકાશને અાંબવાની ઇચ્છાઅો તેમજ સ્વચ્છંદ વિચારસરણી ધરાવનારી અાજની યુવા પેઢી લગ્ન હોય કે નોકરી, દરેક બાબતે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. લગ્ન અે અાખા જીવનનો સવાલ છે. તેથી હવે અાજની યંગ જનરેશન માત્ર કુંડળી મળી જવાથી લગ્ન માટે હા નથી કહેતી. લગ્ન પહેલાં તેઅો અેકબીજાનો મેડિકલ પ્રોફાઈલ પણ ચેક કરે છે. લગ્ન બાદ પાત્રમાં કોઈ ખામી નીકળે તો યુવક અને યુવતી બન્નેનું ભવિષ્ય અંધકારમય બને છે. તે સિવાય તેમના બંનેના પરિવારે પણ ભોગવવાનો વારો અાવે છે. તેથી લગ્ન જેવા નવા સંબંધમાં અાગળ વધતાં પહેલાં અેકબીજાના મેડિકલ સર્ટિફિકેટ જાેઈને જ અાગળ વધવાનો નિર્ણય કરે છે.

સ્વસ્થ લગ્નજીવન માટે અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ થાય છે. જાેકે તેમાં અેઈડઝ અને થેલિસિમિયા મહત્ત્વનો ટેસ્ટ છે. અા અંગે અમદાવાદના જિનેટિક રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર અલ્પેશ પટેલ કહે છે, લગ્ન પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવવો જરૂરી છે. ખાસ કરીને થેલિસિમિયાનો ટેસ્ટ કરાવવો વધુ જરૂરી છે. યુવક કે યુવતી બન્નેમાંથી જાે કોઈને થેલિસિમિયા માઈનોર કે મેજર હોય તો તેમનાં બાળકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઅોનો સામનો કરવો પડે છે.

થોડાંક વર્ષો પહેલાંની વાત કરીઅે તો જાે કોઈ યુવક કે યુવતી દ્વારા અા પ્રકારના કોઈ ટેસ્ટની માગ કરવામાં અાવે તો તેના સંબંધને ઠુકરાવી દેવામાં અાવતો હતો. હવે અેજ્યુકેશનનું પ્રમાણ વધતાં અા અંગે માઠું લાગવાનો કોઈ સવાલ નથી રહ્યો. અા ઉપરાંત સરકાર તેમજ કેટલીક સામાજિક સંસ્થાઅોના વિવિધ કેમ્પેન દ્વારા લોકોમાં જાગૃતિ અાવી છે. છેલ્લાં ૩ ર્વષમાં લગ્ન પહેલાં મેડિકલ ટેસ્ટનું પ્રમાણ ૨૦ ટકા વધ્યું છે અને હવે તો પરિવાર દ્વારા પણ તે માટે સહકાર અાપવામાં અાવે છે.

અમદાવાદની શ્રેયા ગોસાઈ કહે છે, લગ્ન પહેલાં મ અને મારાં પર્ાટનરે સાથે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. અમે બન્ને અેજ્યુકેટેડ હતાં, તેથી અમે જાણતાં હતાં કે, અા ચેકઅપ અમારાં બન્નેનાં ભવિષ્ય માટે ફાયદાકારક છે. અા માટે અમને પરિવારમાંથી સપોર્ટ પણ મળ્યો હતો. અમારાં બન્નેના મેડિકલ ટેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ ન અાવતાં અમે અા સંબંધમાં અાગળ વધવાનું વિચાયુ હતું.

શ્રેયા જેવી અનેક યુવતીઅો તેમજ યુવકો લગ્ન પહેલાં મેડિકલ ટેસ્ટને હવે જરૂરી માની રહ્યાં છે. મેડિકલ ટેસ્ટ કરાવતી વખતે ડાયાબિટીસ, હર્ાટ ડિસીઝ, અેચઅાઈવી અને થેલિસિમિયાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અેક સુઝાવ અાપવામાં અાવ્યો હતો કે, લગ્ન પહેલાં જાે વર અને વધૂની નપુંસકતા તેમજ સેક્સ પ્રત્યે અરુચિ અંગેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં અાવે તો તેનાથી છૂટાછેડાની સમસ્યાને અોછી કરી શકાય છે. હાઈકોર્ટે તામિલનાડુ સરકારને મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવા માટે પણ વિચારણા કરવા કહ્ય્ં હતું.

મોટા ભાગના મેડિકલ અેક્સપર્ટ કહે છે કે, લગ્ન પહેલાં જિનેટિક ટેસ્ટ થવો ખૂબ જ જરૂરી છે. લગ્ન
પહેલાં તમામ લોકોઅે અા ટેસ્ટ કરાવવો જાેઈઅે, પરંતુ કેટલાક કિસ્સાઅોમાં યુવક કે યુવતીમાં જાે કોઈ ખામી હોય તો અંતે તેનું પરિણામ બંને પક્ષે ભોગવવું પડે છે. તેથી ભવિષ્યમાં અાવી મોટી કોઈ સમસ્યા અાવે તે પહેલાં જ તે અંગે સાવચેત થવું જરૂરી છે.

પારૂલ ચૌધરી

You might also like