દેશનાં તમામ લોકો રામ મંદિર ઇચ્છે છે : વેંકૈયા નાયડૂ

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પથ્થરો આવ્યા હોવાનાં સમાચારો વચ્ચે કેન્દ્રીયમંત્રી વેંકૈયા નાયડૂએ બુધવારે કહ્યું કે દેશના તમામ લોકો અયોધ્યામાં રામમંદિર ઇચ્છે છે. સંસદનાં શિયાળુ સત્રનાં સમાપન બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન પુછવામાં આવેલા એક સવાલનાં જવાબમાં નાયડૂએ નિવેદન આપ્યું હતું. નાયડૂએ જણાવ્યું કે દેશનાં તમામ લોકો અયોધ્યામાં રામ મંદિર ઇચ્છે છે.
અત્રે નોંધનીય છે કે અયોધ્યામાં પથ્થરો લાવવામાં આવ્યા હોવાનાં સમાચારો વચ્ચે ભારે હોબાળો થયો હતો. જેનાં કારણે સંસદમાં પણ હોબાળો થયો હતો. બુધવારે પણ આ મુદ્દે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં રામમંદિરનાં મુદ્દે જનતાદળ (યૂનાઇટેડ)નાં નેતા કેસી ત્યાગીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં સાંપ્રદાયિક તણાવ ફેલાવવામાં આવી રહ્યો છે. આ અંગે સરકારે કહ્યું કે આ મુદ્દે સરકાર કોર્ટનાં આદેશોથી બંધાયેલી છે.
ત્યાગીએ કહ્યું કે અયોધ્યામાં એકવાર ફરીથી તેવી જ પરિસ્થિતી નિર્માણ કરવામાં આવી રહી છે જેવી પહેલા હતી. તણાવ ભડકાવવામાં આવી રહ્યો છે. સમાચારો અનુસાર જન્મભૂમિ ન્યાસે અયોધ્યામાં તે સ્થાન પર મંદિર નિર્માણનું કામ ચાલુ કરી દીધું છે જ્યાં બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી હતી.
જેનો જવાબ આફતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે તેમની પાર્ટી આ મુદ્દે કોર્ટનાં આદેશોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પથ્થરોને 1990થી જ પોલીશ કરવામાં આવી રહ્યું છે અને જે સ્થળ પર તેવું કરવામાં આવી રહ્યું છે તે વિવાદિત સ્થળથી લગભગ ડોઢ કિલોમીટર દુર છે. બીજુ સરકાર અને પાર્ટી (ભાજપ) બંન્નેનું માનવું છે કે કોર્ટનાં નિર્ણયનું સન્માન કરવામાં આવવું જોઇએ.

You might also like