ભાજપના નેતા શર્માનો આસામના CM સામે રૂ.૧૦૦ કરોડનો દાવો

ગુવાહાટી: કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના નેતાઓની આજ કાલ બદનક્ષી અને માનહાનિ થવા લાગી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી બાદ હવે આસામના પૂર્વ પ્રધાન અને વર્તમાન ભાજપ નેતા હેમંત વિશ્વ શર્માએ પણ માનહાનિનો દાવો કર્યો છે. શર્માએ જણાવ્યું હતું કે કૌભાંડોમાં પોતાની સંડોવણીના આરોપોને લઇને તેમણે આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઇ વિરુદ્ધ રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

અા અગાઉ ડીડીસીએ ગોટાળામાં આરોપી લગાવવા બદલ અરુણ જેટલી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત આપના છ નેતાઓ સામે માનહાનિનો રૂ.૧૦ કરોડનો દાવો કરી ચૂકયા છે. આસામમાં હેમંત શર્માએ જણાવ્યું હતું કે આસામના મુખ્યપ્રધાન ગોગોઇ છેલ્લા કેટલાક સમયથી મારી સામે બેબુનિયાદ અને ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

You might also like