મારા વિરુદ્ધ જુબાની અાપીશ તો અેસિડ ફેંકી જાનથી મારી નાખીશ

અમદાવાદ: દિલ્હીના ચકચારી નિર્ભયા ગેંગ રેપ અને હત્યાનો સગીર અારોપી માત્ર ત્રણ વર્ષની સજા કાપી છૂટી ગયો અને તે પછી સંસદમાં જુવેનાઈલ જ‌િસ્ટસ એક્ટમાં સુધારા કરતું બિલ મંજૂર થયું તે અત્યારે ટોક અોફ ધી ટાઉન છે. દેશમાં બળાત્કારના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ગઈ કાલે અમદાવાદની પોસ્કો કોર્ટમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી ધો. ૧૧ની સગીર વિદ્યા‌ર્થિની જ્યારે પોસ્કો કોર્ટમાં જુબાની અાપવા અાવી ત્યારે અારોપીઅે તેના હાથ પકડીને અેસિડ ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી અાપતાં ચકચાર મચી ગઈ હતી, જોકે અારોપીને પીડિત વિદ્યા‌િર્થનીનાં માતા-પિતા સહિતના અન્ય લોકોઅે કોર્ટ સંકુલમાં જ ફટકારીને પોલીસને હવાલે કર્યો હતો.

વાડજ વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યા‌િર્થની પર એક વર્ષ પહેલાં તેના જ પિતરાઈભાઈ કિરણ ઉર્ફે ગુ‌િડયો રાવતે પોલીસ સ્ટે‌િડયમ સામે રિવરફ્રન્ટ પર લઈ જઈને ચપ્પુ બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. અા ઘટના બાદ ગભરાઈ ગયેલી વિદ્યાર્થિની રાજસ્થાન તેનાં માસીના ઘરે જતી રહી હતી, જોકે વિદ્યાર્થિનીઅે છેવટે પોતાની સાથે થયેલા દુષ્કર્મની જાણ માતા-પિતાને કરતાં પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરવામાં અાવી હતી. પોલીસે અારોપી કિરણ રાવતની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ગઈ કાલે અા પોસ્કોની સ્પેશિયલ કોર્ટમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીની જુબાની હતી. વિદ્યાર્થિની તેનાં માતા-પિતા અને સગાંસંબંધીઅો સાથે કોર્ટમાં અાવી હતી. પેરોલ ઉપર છૂટેલો અારોપી કિરણ પણ કોર્ટમાં હાજર રહ્યો હતો. સરકારી વકીલની અોફિસની લોબીમાંથી જ્યારે વિદ્યાર્થિની પસાર થઈ રહી હતી ત્યારે કિરણે તેને રોકી હતી અને તેનો હાથ પકડીને જો વિરુદ્ધમાં જુબાની અાપીશ તો અેસિડ ફેંકી મારી નાખવાની ધમકી અાપી હતી. વિદ્યાર્થિનીનાં માતા-પિતા તથા સગાંસંબંધીઅો અને અન્ય લોકોઅે ભેગાં મળીને કિરણને કોર્ટ સંકુલમાં ફટકાર્યો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી. અારોપીઅે પણ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી.

િવદ્યા‌િર્થનીની જુબાની પૂરી થઈ જતાં નવરંગપુરા પોલીસ બન્ને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં અા મુદ્દે નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અાર.વી. દેસાઈઅે જણાવ્યું છે કે અારોપીઅે વિદ્યા‌િર્થનીને ધમકી અાપી હોવાનો ગુનો દાખલ થયો નથી, પરંતુ કોર્ટમાં અાવો બનાવ બન્યો હતો. પોલીસ કંટ્રોલમાં અાવી ફરિયાદનો ફોન અાવ્યો હતો ત્યારે સરકારી વકીલ કુલદીપ શર્માઅે જણાવ્યું છે કે કિરણ રાવતે પીડિત વિદ્યાર્થિનીનો હાથ પકડી લીધો હતો અને સમાધાન કરી લેવાની ધમકી અાપી હતી, જેથી લોકોઅે તેને કોર્ટ સંકુલમાં માર માર્યો હતો.
બળાત્કાર કેસમાં પોસ્કો એક્ટ હેઠળ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અારોપી કિરણ રાવતને તબીબી કારણસર પેરોલ પર છોડવામાં અાવ્યો છે.

કિરણ અગાઉ પણ પેરોલ ઉપર મુક્ત થઈને બહાર અાવ્યો હતો, જ્યાં તેણે પીડિતાની માતાને જાહેરમાં ઊભી રાખીને સમાધાન કરી લેવાની ધમકી અાપી હતી. પીડિતાની માતાઅે નારણપુરા પોલીસ સ્ટેશનમાં અારોપી કિરણ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

મૌલિક પટેલ

You might also like