દિલ્હીમાં બદમાશોનો પોલીસ પર ગોળીબાર ફિલ્મી સ્ટંટ જેવાં દ્રશ્યો

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં હવે અસામાજિક તત્ત્વો એટલાં નિરંકુશ બની ગયાં છે કે તેઓ દેશની સૌથી સ્માર્ટ માનવામાં આવતી દિલ્હી પોલીસને પણ નિશાન તાકવામાંથી ચૂકતાં નથી. મંગળવારે મોડી રાત્રે દિલ્હી પોલીસની પેટ્રોલિંગ કરી રહેલી પીસીઆર વાનના જવાનો અને આવા બદમાશો વચ્ચે આઠ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. દિલ્હી પોલીસની પીસીઆર વાન નોર્થ ડિસ્ટ્રિક્ટમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી.

આ દરમિયાન પીસીઆરમાં તહેનાત જવાનોને જૂની લાજપતરાય માર્કેટની નજીક એક મારુતિ-૮૦૦માં કેટલાક લોકો શકમંદ માલસામાન ચડાવતા નજરે પડ્યા અને પોલીસે જ્યારે તેમને રોકવાની કોશિશ કરી તો મારુતિમાં તહેનાત બદમાશોએ પોલીસ પર ગોળીઓ છોડીને સ્થળ ઉપરથી નાસી જવાની કોશિશ કરવા લાગ્યા. પોલીસે પણ મારુતિનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

You might also like