રિપબ્લિકન નેતા ટ્રમ્પે પ્રચારમાં હિલેરીને રીતસરની ગાળો આપી

મિશિગન: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેના ઉમેદવારો હજુ નક્કી થયા નથી, ત્યાં સામસામી નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. રિપબ્લિકન પાર્ટીમાં સૌથી અગ્રેસર ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી કિલન્ટન વિરુદ્ધ રીતસરની ગાળો અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બે દિવસ પહેલાં હિલેરીએ પણ ટ્રમ્પ સામે બરાબર નિશાન તાકયું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે શનિવારે ડેમોક્રેટિક ડિબેટ દરમિયાન હિલેરી કિલન્ટન કયાં ગઇ હતી? તે બાથરૂમ બ્રેક બાદ મોડી આવી હતી? તેણે બાથરૂમ બ્રેક વગર જ ડિબેટ શરૂ કરી દેવી જોઇતી હતી. મને ખબર છે કે તે કયાં ગઇ હતી. આ ખરેખર શરમજનક વાત છે અને આ અંગે હું કોઇ વાત નહીં કરું.

મિશિગનમાં પ્રચાર દરમિયાન ૬૯ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બરાક ઓબામાએ ર૦૦૮માં હિલેરી કિલન્ટનને પ્રમુખપદની ચૂંટણીની રેસમાં એટલા માટે હરાવી દીધાં હતાં કારણ કે એ વખતે પણ હિલેરીએ બાથરૂમ બ્રેક (ત્યાર બાદ ગાળો) લીધો હતો. આજે પણ જો ઓબામા સાથે સ્પર્ધા થશે તો ઓબામા તેને હરાવી દેશે.

જોકે મને ખબર નથી કે આ બેમાંથી કોણ વધુ ખરાબ પુરવાર થશે. હું એ પણ જાણતો નથી કે આગામી પ્રમુખ કેટલા ખરાબ હશે, પરંતુ એક વાત ચોકકસ છે કે ઓબામા તેમને ચોક્કસ હરાવી દેશે.

You might also like