ઈપીઅેફઓ અધિકારીના ઘરે CBIની રેડઃ ૨૦ કરોડ મળ્યા

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીઅેફઓ)માં કાર્યરત મુખ્ય હિસાબી અધિકારી સંજય ક‌ુમારના નિવાસ પર સીબીઆઈઅે દરોડા પાડી ૨૦ કરોડથી વધુ‌ રોકડ રકમ કબજે કરી છે.

સીબીઆઈના અધિકારીઓની ટીમે ત્રણ રાજ્યમાં આવેલા ઈપીઅેફઓના મુખ્ય હિસાબી અધિકારીનાં સાત સ્થળોઅે પાડેલા દરોડામાં અંદાજે ૨૦ કરોડના રોકાણને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

આ ઉપરાંત બેન્ક ખાતાં, ઝવેરાત, મિલકતો અને અેફડી સહિત અન્ય સંપત્તિ પણ મળી આવી છે. રોકડ રકમ અને અન્ય મિલકતો મળી આવ્યા બાદ સીબીઆઈઅે ગઈ કાલે સંજયકુમાર અને તેમનાં પત્ની સ્મિતા સોની વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ મેળવવાનો કેસ દાખલ કર્યો છે. તેઓ ૧૯૯૧ની બેન્ચના અધિકારી છે.

સત્તાવાર સૂત્રોઅે જણાવ્યું હતું કે કુમારના દિલ્હી અને મુંબઈના ત્રણ-ત્રણ અને પટણામાં અેક સ્થળે પડેલા દરોડામાં ઈપીઅેફઓના નાણાકીય સલાહકાર અને મુખ્ય હિસાબી અધિકારીના પદ પર કાર્યરત સંજય કુમાર અને તેમનાં પત્ની પર ૨૦૦૬થી ૨૦૧૫ દરમિયાન ૬.૪૦ કરોડની આવકથી વધુ સંપત્તિ મેળવવાનો આરોપ છે.

જોકે દરાેડા દરમિયાન તેમાં અંદાજ કરતાં પણ વધુ રાેકડ રકમ મળી હતી. સીબીઆઈના પ્રવકતાઅે જણાવ્યું કે ઈપીઅેફઓના અધિકારીઅે તેમના અને પત્નીના નામે મોટાપાયે મિલકતોમાં રોકાણ કર્યું છે, જે તેમની આવકના સ્રોત કરતાં વધુ છે.

You might also like