પાટણની યુવતીને ગોંધી રાખી અમદાવાદમાં બળાત્કાર

અમદાવાદ: પાટણની એક યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણના મટવાસમાં રહેતી એક યુવતીના પિતા બીમાર હોઇ તે દવા લઇ ઘર તરફ જઇ રહી હતી ત્યારે હર્ષનગર નજીક આરોપી સંદીપ નરેશભાઇ સથવારા અને બીજા બે શખ્સોએ તેને આંતરી કારમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આ શખ્સો આ યુવતીને અમદાવાદના પૂર્વ વિસ્તારના એક મકાનમાં ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજારી તેની પત્ની તરીકે રહેવા દબાણ કર્યું હતું અને જો આમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોકો મળતાં જ આ યુવતીએ નરાધમની ચુંગાલમાંથી છટકી પોલીસ સ્ટેશને પહોંચી જઇ ફરિયાદ નોંધાવી હતી.

You might also like