આરટીઓના ટેકસની ચોરી કરવાનાં કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: સામખિયાળી ચેકપોસ્ટ નજીક આરટીઓના ટેકસની ચોરી કરવાનું કૌભાંડનો લાંચ રુશવત બ્યૂરોએ પર્દાફાશ કરી ૭૦થી વધુ માલ ભરેલી ટ્રક કબજે લઇ આ કૌભાંડના સૂત્રધારોની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ લાંચ રુશવત વિરોબી બ્યૂરોના વડા આશિષ ભાટિયાને એવી ગુપ્ત માહિતી મળી હતી કે સામખિયાળી ચેકપોસ્ટ નજીક બેથી અઢી કિલોમીટર દૂર આવક જાવક બંને તરફ સાતેક કિ.મી.ના કાચા રસ્તા બનાવવામાં આવ્યા છે અને આ રસ્તાઓ પરથી માલ ભરેલી ટ્રકો છૂપી રીતે પસાર કરવામાં આવે છે.

આ બાતમીના આધારે એસીબીના અધિકારીઓની ટીમે મોડી રાત્રે સામખિયાળી ચેકપોસ્ટ નજીક ઓપરેશન શરૂ કરી આરટીઓની ટેકસ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું. સામખિયાળી ચેકપોસ્ટ પરથી રોજની સંખ્યાબંધ ટ્રકો માલ ભરીને પસાર થાય છે અને તમામને આરટીઓનો ટેકસ ભરવાનો હોય છે. આ ટેકસ ન ભરવો પડે તે માટે સામખિયાળી ચેકપોસ્ટ નજીક કેટલાંક તત્ત્વોએ રોડની અંદરની સાઇડમાં બેથી અઢી કિલોમીટર કાચા રસ્તા બનાવી માલ ભરેલ ટ્રકોની આવનજવન કરતા હતા. આ છૂપા રસ્તાઓ એસીબીએ શોધી કાઢતાં ભયભીત ટ્રકચાલકો ટ્રક મૂડીને નાસી ગયા હતા. પોલીસે માલ ભરેલી ૭૦ જેટલી ટ્રક કબજે કરી સઘન કાર્યવાહી શરૂ કરી છે.

You might also like