ડોગીને અાપી પાંચ લાખ રૂપિયાની ગિફ્ટ

ક્રિસમસ વખતે અેકબીજાને ગિફ્ટ અાપવાની પ્રથા વર્ષોથી ચાલી અાવી છે. બ્રિટનમાં એક વ્યક્તિને ક્રિસમસ દરમિયાન સરેરાશ ૨૮૭૦ રૂપિયાની ગિફ્ટ મળે છે, પરંતુ બ્રિટનનો અેક ડોગી ખૂબ નસીબદાર છે. તેને તેની માલકીને પાંચ લાખ રૂપિયાની મોંઘી ગિફ્ટ અાપી છે. બુટારાજી નામની ૨૪ વર્ષની કન્યાઅે તેના ડોગ પ્રિન્સ માટે પાંચ લાખ રૂપિયાની ગિફ્ટ અાપી છે. તેના પ્રિન્સ માટે તેણે બે લાખ રૂપિયાનો ડાયમંડ અને મોતીનો મુગટ બનાવ્યો છે. અા ઉપરાંત ક્રિસ્ટલથી જડેલ ખાવાનો ઇટા‌િલયન બાઉલ, હીરાજડિત ગળાનો બેલ્ટ, મે‌િચંગ મેટ્રેસ અને પિલો, જાતજાતનાં કપડાં, સ્લી‌પિંગ બેગ અેમ કુલ મળીને ૪૮૯૭ પાઉન્ડનો ખર્ચ પોતાના ડોગી માટે કર્યો છે.

You might also like