જોન સીના અને કેન જેવા સ્ટાર્સ સાથે WWEમાં એન્ટ્રી કરશે લવપ્રીત અને સતેન્દર

મુંબઈઃ ભૂતપૂર્વ વિશ્વ કબડ્ડી લીગ ચેમ્પિયન લવપ્રીત સંધા અને બે વારના કુસ્તી રાષ્ટ્રીય હેવીવેઇટ ચેમ્પિયન સતેન્દર વેદલ ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ wwe લાઇવ ઇન્ડિયામાં ઘરેલુ દર્શકો સામે પદાર્પણ કરશે. બંને ખેલાડીઓએ જૂનમાં એનએક્સટી માટે કરાર કર્યો હતો, જે wweનો ડેવલપમેન્ટ વર્ગ છે અને ઓરલેન્ડોમાં wwe પરફોર્મન્સ સેન્ટરમાં ટ્રેનિંગ કરી રહ્યા હતા. દિલ્હીના આજીઆઇ સ્ટેડિયમમાં યોજાનાર wweની આ ઇવેન્ટમાં જોન સીના અને કેન જેવા સ્ટાર્સ પણ સામેલ થઈ રહ્યા છે.

You might also like