૨૦૧૫નું વર્ષ રહ્યું આ અભિનેત્રીઓને નામ

૨૦૧૫નું વર્ષ બોલિવૂડ માટે મિક્સિંગ રહ્યું. આ વર્ષે ઘણી મોટી ફિલ્મો આવી તો ઘણી મોટા બજેટની ફિલ્મો ફ્લોપ પણ રહી અને નાના બજેટની ફિલ્મો ચાલી ગઇ. આ વર્ષ ઘણી નવી હીરોઇનો માટે સફળ રહ્યું. નવી ગણાતી અભિનેત્રીઓ મોટી સ્ટાર તરીકે ઊભરી તો સ્થાપિત અભિનેત્રીઓએ પણ સારી ફિલ્મો આપી.

deepika3આ વર્ષે દીપિકા પદુકોણને ખૂબ જ સફળતા મળી. અમિતાભ બચ્ચન સાથે આવેલી તેની ફિલ્મ ‘પીકુ’ને દરેક બાજુથી પ્રશંસા મળી. રણબીર કપૂર સાથે આવેલી ‘તમાશા’માં પણ તેના અભિનયની પ્રશંસા થઇ. રણવીર સિંહ સાથે આવેલી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના રોલમાં પણ તેને ખૂબ પ્રશંસા મળી. ચારે બાજુથી તેનાં વખાણ થયાં.

priyanka-chopra-11આ વર્ષે પ્રિયંકા ચોપરાને એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો. તેના અમેરિકી ટીવી શોની ચર્ચાઓ તો મોટા સ્ટાર્સની ફિલ્મો પર પણ ભારે રહી. આ દરમિયાન તેની ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’માં કાશીબાઇ તરીકેના તેના અભિનયનાં ખૂબ જ વખાણ થયાં.

Kangna-Ranautબોલિવૂડની ક્વીન કંગના રાણાવતને આ વર્ષે ‘કટ્ટીબટ્ટી’માં અસફળતા જોવી પડી, પરંતુ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં તેની એક્ટિંગે જે કમાલ કરી તેના બધા દીવાના થઇ ગયા. બોલિવૂડના સુપરડુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ પત્ર લખીને કંગનાને વખાણી. આખું વર્ષ તે ચર્ચામાં રહી.

Radhika-Apteરાધિકા આપ્ટે માટે આ વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું. તે સતત ચર્ચામાં રહી. ચારે તરફથી તેના પર અભિનંદનનો વરસાદ થયો. બદલાપુર, હંટર અને માંઝી-ધ માઉન્ટેન મેન જેવી ફિલ્મોમાં તેણે કમાલ કરી. તેની શોર્ટ ફિલ્મ ‘અહલ્યા’ પણ લોકપ્રિય બની.

Richa-Chaddaરિચા ચઢ્ઢાની ફિલ્મ ‘મસાન’ આ વખતે જે પણ મંચ પર દર્શાવાઇ તેણે દર્શકોને મોહિત કર્યા. ભારતમાં પણ રિલીઝ બાદ ‘મસાન’ને જબરદસ્ત આવકાર મળ્યો. રણદીપ હુડા સાથે ‘મૈં ઔર ચાર્લ્સ’ ફિલ્મમાં તેનો અભિનય વખણાયો. આ વર્ષે તેને એક સશક્ત અભિનેત્રી તરીકે ઓળખ મળી.

aishwariyaમાતા બન્યા બાદ આ વર્ષે એક વાર ફરી વિશ્વસુંદરી ઐશ્વર્યા રાયે પરદા પર વાપસી કરી. ‘જજબા’ ફિલ્મમાં તેણે દમ દેખાડ્યો. તેની એક્ટિંગને ખૂબ જ પ્રશંસા મળી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેનાં ખૂબ વખાણ થયાં.

sonam-kapoor-(1)આ વર્ષની મોટી હિટ ફિલ્મોમાંથી એક ‘પ્રેમ રતન ધન પાયો’ની હીરોઇન સોનમ કપૂરને પણ તેની ફિલ્મ માટે ખૂબ વખાણ મળ્યાં. આ માટે તેને મોસ્ટ રોમેન્ટિક રોલનો એવોર્ડ મળ્યો.

shraddha (2)આ વર્ષની સો કરોડની ક્લબમાં સામેલ ‘એબીસીડી-૨’માં શ્રદ્ધા કપૂરે કમાલ કરી. તેને એક સશક્ત અભિનેત્રી તરીકે ઓળખ મળી.

You might also like