૨૦૫૦ સુધીમાં દુનિયામાં દૃષ્ટિહીનોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થશે

દૃષ્ટિમાં નબળાઈ અને દૃષ્ટિહીનતાની સમસ્યા હાલમાં ૩.૬૦ કરોડ લોકો ધરાવે છે, જે ૨૦૨૦ સુધીમાં ૩.૮૫ કરોડ હશે. બ્રિટનની એન્ગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ધીમે ધીમે દૃષ્ટિહીનતા તરફ જતા ડીજનરેટિવ ડિસીઝનું પ્રમાણ જે ગતિએ વધી રહ્યું છે એ જોતાં ૨૦૫૦ સુધીમાં અા અાંકડો ૧૧.૫ કરોડ સુધી પહોંચશે, જે અાજના સમય કરતાં લગભગ ત્રણ ગણો વધુ છે. હળવી કે પ્રોગ્રેસિવ દૃષ્ટિહીનતા લાવતા અનેક ડિસઓર્ડર્સનો હજી સુધી કોઈ ઈલાજ નથી એ જોતાં અા વધારો અટકાવી શકાય એવી સંભાવનાઓ ઘણી ઓછી છે.
http://sambhaavnews.com/

You might also like