2050 સુધીમાં ઇસ્લામ દુનિયાનો સૌથી મોટો ધર્મ અને ભારત સૌથી મોટો દેશ બનશે

નવી દિલ્હી : 2050 સુધીમાં ઇસ્લામની સૌથી વધારે વસ્તુ ધરાવતો ધર્મ હશે. અમેરિકી થિંકટેક પ્યૂ રિસર્ચ સેન્ટરએ આ વાતનો ખુલાસો કર્યો છે.હાલમાં દુનિયામાં સૌથઈ વધારે વસ્તી ક્રિશ્ચિયનની છે. ઇસ્લામ હાલ બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે પરંતુ તેની વસ્તીમાં સૌથી ઝડપી વધારો થઇ રહ્યો છે. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર 2010 સુધી દુનિયામાં મુસલમાનોની વસ્તી લગભગ 1.6 અબજ હતી. જે દુનિયાની કુલ વસ્તીનાં 23 ટકા છે.

પ્યૂ રિસર્ચ સેન્ટરનાં અનુસાર જો ઇસ્લામ આ જ ઝડપે આગળ વધતું રહેશે તો એકવીસમી સદીના અંત સુધીમાં તે ક્રિશ્ચિયન ધર્મને પછાડી દેશે. રિસર્ચ અનુસાર વર્ષ 2050 સુધી ભારત દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો (લગભગ 30 કરોડ) વાળો દેશ બની જશે. અત્યાર સુધી ભારત આ મુદ્દે ઇન્ડોનેશિયા બાદ બીજા નંબર પર છે.

પ્યૂ રિસર્ચ સેન્ટરનાં અનુસાર વર્ષ 2050 સુધી યૂરોપની મુસ્લિમ વસ્તીમાં લગભગ 10 ટકાનો વધારો થઇ શકે છે. બીજી તરફ અમેરિકામાં 2050 સુધીમાં મુસ્લિમ વસ્તી કુલ વસ્તીનાં 2.1 ટકા જેટલી થઇ શકે છે.હાલમાં મુસ્લિમોની વસ્તી લગભગ 1 ટકા જેટલી છે. મુસ્લિમ દેશો કરતા બીજા દેશોમાં જનારા પ્રવાસીઓની વધતી સંખ્યાનાં કારણે પણ અન્ય દેશોમાં મુસ્લિમ વસ્તી વધશે.

You might also like